ઝોન કક્ષાના પ્રદર્શનમાં પામી પસંદગી આણંદ ખાતે વિદ્યાર્થીઓ લેશે ભાગ
પોરબંદરની ગોઢાણિયા ઇંગ્લીશ મીડીયમ સ્કુલના વિદ્યાર્થીઓની કૃતિ ઝોનકક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં વિજેતા બની હતી અને રાજ્યકક્ષાએ જવા માટે પસંદગી પામી છે.
ગાંધીનગર જી.સી.ઇ.આર.ટી. પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન તથા જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા તાજેતરમાં પોરબંદરના વાઘેશ્વરી પ્લોટ ખાતે આવેલ પટેલ વિજ્ઞાન ભવન ખાતે વિજ્ઞાન ગણિત ઝોનકક્ષાના પ્રદર્શનનુંભવ્ય આયોજન કરવામાં આવેલ હતું.આ ઝોનકક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં જુનાગઢ, ગિર સોમનાથ, જામનગર દેવભુમિ દ્વારિકા અને પોરબંદર એમ પાંચ જિલ્લાની શાળાઓએ આ ગણિત-વિજ્ઞાન ઝોનકક્ષાના પ્રદર્શનમાં ભાગ લીધો હતો,જેમાં પોરબંદરની ગોઢાણીયા ઈંગ્લીશ મીડિયમ સ્કુલે કૃતિતૈયારકરવાનોહેતુ,વૈજ્ઞાનિકસિધ્ધાંત, જરૂરીસાધનસામગ્રી કાર્યપધ્ધતિ મુદાઓ ધ્યાનમાં રાખીને આ પ્રોજેક્ટ કૃતિ તૈયાર કરી હતી. બાયો ફ્યુ અલ પ્રોજેક્ટ શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદગી થતા ગોઢાણીયા શૈક્ષણિક સંકુલનું ગૌરવ વધારવા બદલ અભિનંદન વર્ષા થઈ છે.
પોરબંદરની શ્રી માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટ સંચાલિત શિક્ષણ, શિસ્ત અને સંસ્કાર ઘડતરમાં અગ્રેસર એવી જયશ્રીબેન વિરમભાઇ ગોઢાણીયા ઈંગ્લીશ મીડિયમ સ્કુલનો પ્રારંભ વર્ષ 2004 માં થયો હતો. આ સ્કુલમાં પોરબંદર જિલ્લામાં સૌથી વધારે વિદ્યાર્થીઓનીસંખ્યા ધરાવતી આ સ્કુલ 21માં વર્ષમાં પ્રવેશ છે જેનું અમોને ગૌરવ છે. આ સ્કુલના પ્રિન્સીપાલ ભાવનાબેન અટારાની પ્રેરણા થકી સ્કુલના ગણિત-વિજ્ઞાન ટેક્નોલોજી ઇનોવેશન વિભાગના શિક્ષક ભાવનાબેન અર્જુનભાઇ ગોઢાણીયાના માર્ગદર્શન હેઠળ માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ નીવભાઈ મુકેશભાઇ રાયચુરા અને સિદ્ધાર્થ જિતેન્દ્રભાઈ રામાવતએ બાયોફ્યુઅલ પ્રોજેક્ટ કૃતિ તૈયાર કરી હતી,જે પોરબંદર ખાતે યોજાયેલ ઝોનકક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં પ્રદર્શિત કરવામાં આવતા શ્રેષ્ઠ પ્રોજેકટ કૃતિ પસંદગી થતા હવે આગામી દિવસોમાં આણંદ ખાતે યોજાનાર રાજ્ય ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં શ્રેષ્ઠ કૃતિ તરીકે પ્રદર્શિત થશે.આ અવસરે અભિનંદન આપતા ટ્રસ્ટના પ્રમુખ જાણીતાદાતા અને શિક્ષણપ્રેમી ડો.વિરમભાઇ રાજાભાઈ ગોઢાણીયાએ જણાવ્યુ હતુ કે, સંશોધન ગણિત,વિજ્ઞાન,ટેક્નોલોજી અને ઇનોવેશનએ સ્કુલના વિદ્યાર્થીઓના વિકાસમાં મહત્વનો ફાળો આપે છે જે તમો તમારા વિભાગ દ્વારા કરી રહ્યા છે,વિધાર્થીઓએ વિજ્ઞાન ગણિત અને ટેક્નોલોજીમાં અભિરૂચિ કેળવે તો તેઓની ઉજ્જવળ કારકિર્દી બની શકે જેનું ઉતમ ઉદાહરણ સ્કુલે અન્યને પૂરું પાડ્યું છે તેવો ભાવ વ્યકત કરી પ્રિન્સીપાલ ભાવનાબેન અટારા અને સમગ્ર સ્ટાફને આ સિધ્ધિ મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે,વિધાર્થીઓએ આધુનિક સમયમાં કોઈપણ ક્ષેત્રના વિકાસમાં વૈજ્ઞાનિક અભિગમ ખુબ જ મહત્વનો ફાળો ધરાવે છે,આથી શાળાના અભ્યાસના સમયગાળા દરમિયાન જે વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અને ગાણિતિક અભિગમ કેળવાય, વિજ્ઞાન ગણિત વિષયમાં રસરૂચિ વધે અને વિવિધ સમસ્યા માટે વૈજ્ઞાનિક પધ્ધત એ વિચારીને નવીન ઉકેલ તરફ વિચારતા થાય તે માટે શાળાઓમાં વિજ્ઞાન ગણિત વિષના શિક્ષણને પ્રવુતિમય અને રસપ્રદ બનાવવું જોઈએ મે સાંભળ્યું તોહું ભૂલીગયો,, મેજોયું તો મને યાદ રહ્યુ અને મેજાતે કર્યું તો મને સમજાઈ ગયું ના સિધ્ધાંત મુજબ શાળાઓમાં વિધાર્થીઓને વધુમાં વધુ પ્રયોગ અને પ્રવૃત્તિઓ જાતે કરવાની તક લઈને ભવિષ્યમાં વિજ્ઞાન પ્રવાહમાં જોડાઈ તેવા હેતુસર શાળાઓમાં વિજ્ઞાન ગણિત પ્રદર્શનનું આયોજન કરવા માટે પ્રત્યેક શાળાને ગ્રાન્ટ ફાળવવા માં આવે છે આથી આ સ્કુલે ભાગ લઈને ઝોનકક્ષાએ કૃતિ પસંદ થતા હવે આગામી દિવસોમાં આણંદ મુકામે યોજનાર રાજ્યકક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં આ કૃતિ પ્રદર્શિત થશે.
ગોઢાણીયા શૈક્ષણિક સંકુલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અર્જુનભાઇ મોઢવાડિયા, ટ્રસ્ટના પ્રમુખ ,જાણીતા દાતા અને શિક્ષણપ્રેમી ડો વિરમભાઇ ગોઢાણીયા, ટ્રસ્ટી સર્વ ભરતભાઇ ઓડેદરા, શાંતાબેન ઓડેદરા, જયશ્રીબેન વિરમભાઇ ગોઢાણીયા, ભરતભાઇ વિસાણા સહિતના ટ્રસ્ટીગણ તેમજટ્રસ્ટના અંગત સેક્રેટરી કમલેશભાઈ થાનકી, ગોઢાણીયા મહિલા કોલેજના પ્રિન્સીપાલ ડો.કેતનભાઇ શાહ,ગોઢાણીયા બી.એડ.કોલેજના ડાયરેક્ટર અને જાણીતા કેળવણીકાર ડો.ઈશ્વરલાલ ભરડા, ગર્લ્સ હાઈસ્કૂલના પ્રિન્સીપાલ શ્વેતાબેન રાવલ, ગુજરાત મિડીયમનો સ્કુલના પ્રિન્સીપાલ પુજાબેન મોઢા અને પ્રિ-પ્રાયમરી સ્કુલના પ્રિન્સીપાલ અનિતાબેન પંડયાએ રાજ્યકક્ષાએ ભાગ લઈ રાષ્ટ્રકક્ષાએ પસંદગી પામે તેવી અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.