પોરબંદરનું નામ લેતાં જ કેટલાક લોકોના મનમાં ‘ગુંડાગીરી’નું ચિત્ર ઊભું થાય છે. વર્ષોથી મીડિયાના એક ચોક્કસ વર્ણને કારણે સુદામાપુરીને બદનામ કરવાનો પ્રયાસ થયો છે. પણ વાસ્તવિકતા એનાથી સાવ વિપરીત છે. આ શહેરના સમુદ્ર કિનારે ચોપાટી પર સાંજ ઢળે ત્યારે જે શાંતિનો અનુભવ થાય છે, એવી શાંતિ કદાચ જ ક્યાંય મળે.આ તસ્વીર એ જ શાંતિની સાક્ષી પૂરે છે. જ્યારે સૂરજ થાકીને દરિયાની ગોદમાં ખોવાઈ જાય છે, ત્યારે આકાશ કેસરિ, સોનેરી અને ગુલાબી રંગે રંગાઈ જાય છે. મોજાંનો અવાજ ધીરો પડી જાય છે અને આખું શહેર જાણે ધ્યાનમાં બેસી જાય છે. દૂર ક્ષિતિજ પર સૂરજની છેલ્લી લકીર પાણીમાં ઓગળે છે અને સાથે સાથે દિવસભરનો થાક, ઘોંઘાટ અને ગેરસમજો પણ ઓગળી જાય છે. ગાંધીજીની જન્મભૂમિ અને સુદામાની કર્મભૂમિ પોરબંદર હંમેશાંથી શાંતિ, સત્ય અને સદ્ભાવનાનું પ્રતીક રહી છે. અહીંની ચોપાટી પર સાંજે સેંકડો પરિવારો, વડીલો અને યુવાનો ટહેલવા આવે છે. કોઈ ઝઘડો નહીં, કોઈ અશાંતિ નહીં માત્ર દરિયાની લહેરો અને આથમતા સૂરજ સાથેનું મૌન સંવાદ.આ ફોટો માત્ર સૂર્યાસ્ત નથી, એ પોરબંદરની સાચી ઓળખ છે. જે શહેરને બદનામ કરવામાં આવે છે, એ જ શહેર સૂરજની જેમ દરરોજ શાંતિ વહેંચે છે(તસ્વીર: જીગ્નેશ પોપટ)
રિલેટેડ ન્યૂઝ
-
પોરબંદરમાં ચોકડી પર રાત્રે ગમખ્વાર અકસ્માત સર્કલ ઉપર કાર ચડી ગઈ: તંત્ર હજુ ઘોર નિંદ્રામાં
પોરબંદર શહેરમાં ’સ્માર્ટ સિટી’ અને ’વિકાસ’ના બણગાં ફૂંકતી મહાનગરપાલિકાની બેદરકારીને કારણે પ્રજાના જાનનું જોખમ દિવસેને દિવસે... -
સોમનાથના અમૃત મહોત્સવમાં પોરબંદરના શિવભક્તો લઈ શકશે ભાગ
પોરબંદર જિલ્લા ભાજપ પરિવાર દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા મહાદેવના ભક્તો માટે... -
કેશવ ગામે કેનાલની સફાઈની કામગીરી થઈ શરૂ
લીરબાઈ માતાજીના ચરણોમાં વંદન કરી ખાતમુહૂર્ત થયું:વિશાળ સંખ્યામાં ખેડુતો રહ્યા ઉપસ્થિત પોરબંદર જિલ્લાના કેશવ ખાતે કેનાલ...
