પોરબંદરમાં ગુજસીટોકના ચાર આરોપીઓ ઝડપાયા

છેલ્લા દસ વર્ષથી પોરબંદર સહિત આજુબાજુના જિલ્લામાં સંગઠિત ગુના ગેંગ તરીકે હતી પ્રખ્યાત: લોકલ ક્રાઈમ બ્રાન્ચે કાયદાનું કરાવ્યું ભાન: લોકોમાં ભય ફેલાવો, ખંડણી ઉઘરાવવી,જમીન પચાવી પાડવી જેવા કૃત્યો આચરતા હોવાથી થઈ કડક કાર્યવાહી

પોરબંદરમાં ઉદ્યોગનગર પોલીસ મથકના ગુજરાત આતંકવાદી અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ ગુજસીટોક હેઠળના ગુનામાં ચાર આરોપીઓને પોરબંદર સ્થાનિક ગુના શોધક શાખાએ ઝડપી પાડ્યા છે. ઝડપાયેલી ટોળકી છેલ્લા 10 વર્ષથી “સંગઠિત ગુના ગેંગ” તરીકે કાર્યરત હતી.
જેમાં આરોપીઓ પોતાનો સમાન ઇરાદો પાર પાડવા ભેગા મળી મયુર ઉર્ફે મયલો 37 હરદાસભાઇ ઓડેદરાની આગેવાની હેઠળ સંગઠીત ગુના આચરતી ટોળકી બનાવી એકબીજાના સંકલનમાં રહી એકબીજાને દુત્પ્રેરીત કરી છેલ્લા દસ વર્ષમાં ગુજરાત રાજ્યના સુરત-શહેર, રાજકોટ-શહેર, રાજકોટ-ગ્રામ્ય, દેવભુમી દ્વારકા, પોરબંદર જીલ્લાની હદ વિસ્તારમાં આરોપીઓએ સતત ગંભીર પ્રકારના ગુનાઓ આચરે છે જેમાં ખાસ કરીને એકથી વધુ વ્યક્તિઓ ભેગા થઈ ગેરકાયદેસર ટોળકી બનાવી લોકોમાં ભય અને દહેશત ફેલાવી હિંસાત્મક કૃત્યો કરે છે. હથિયારો વડે હુમલો કરી ઈજા તેમજ ગંભીર ઈજા પહોંચાડે છે કેટલીક ઘટનામાં હત્યા અને હત્યા કરવાનો પ્રયત્ન પણ કરવામાં આવેલ છે. તેમજ પાંચ કે તેથી વધુ લોકો ભેગા થઈ લૂંટફાટ જેવા ગંભીર ગુનાઓ આચરે છે ટોળકી દ્વારા ગુનાને અંજામ આપતી વખતે એકસરખા ઇરાદા સાથે કાર્ય કરે છે. લોકોને ડરાવી-ધમકાવી જાહેર સુલેહશાંતિનો ભંગ કરે છે આરોપીઓ એક સતત કાર્યરત ગુનાહિત ગેંગ તરીકે કાર્ય કરી સંગઠીત અને પુનરાવર્તિત રીતે ગુનાઓ કરવામાં આવે છે જે ગુનાઓનો હેતુ આર્થિક લાભ, દબાણ, દહેશત અને વિસ્તાર પર પ્રભુત્વ જમાવવાનો હોય છે ટોળકીના દરેક સભ્ય પોતાની યોક્કસ ભૂમિકા નિભાવી સામાન્ય નાગરિકોમાં ભયનું વાતાવરણ ઉભું થાય તે માટે ખુન, ખુનની કૌશીષ, લુટ, વ્યથા. મહાવ્યથા, મીલકતને નુકશાન, ગાળા-ગાળી, ઘરફોડ ચોરી, ગે.કા. અગ્નીશસ્ત્ર તથા કારતુસ રાખવા. ગેરકાયદેશર પ્રવેશ કરવો, અપહરણ, સરકારી કર્મચારીની ફરજમાં અવરોધ કરવો, પ્રોહીબિશન, ગે.કા.મંડળી બનાવવી હુમલો કરવો જેવા જુદા-જુદા ગંભીર પ્રકારના ગુનાઓ આચરી ભયનું વાતાવરણ ઉભું કરી પોતાની ટોળકીની ગુનાહિત પ્રવૃતિ સતત ચાલુ રાખી જાહેર સુલેહ શાંતિનો ભંગ કરી ગુનો કર્યા બાબતેનો ગુન્હો રજી. કરાવામાં આવેલ ગુજસીટોક જેવા ગંભીર ગુનાના આરોપીઓને તાત્કાલીક પકડી પાડવા જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા ની સુચના મુજબ એલ.સી.બી. ઈ/યા પો.ઇન્સ. આર.કે.કાંબરીયા દ્રારા અલગ-અલગ બે ટીમો બનાવવામાં આવેલ જેમાં એલ.સી.બી. સ્ટાફ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના અજઈં રણજીતસિંહ દયાતર ઇંઈ લક્ષ્મણભાઇ ઓડેદરા વિરેન્દ્રસિંહ પરમાર ઙઈ નટવરભાઇ ઓડેદરાને સંયુકત બાતમી હકીકત મળેલ કે, ઉદ્યોગનગર પો.સ્ટે.ના ગુજસીટોકમાં પકડવાના બાકી આરોપીઓ હાલ રાજકોટ-પોરબંદર હાઇવે વનાણા ટોલનાકા પર થી કાળા કલરની એન્ડેવર કાર માં બેસીને નીકળવાના છે, જેથી હકીકતવાળી જગ્યાએ વોચ તપાસમાં રહેતા હકીકતાવાળી કારમાંથી ઉપરોકત ગુનાના આરોપી મયુર ઉર્ફે મથલો 37 હરદાસભાઇ ઓડેદરા ઉ.વ.27 રહે. આશાપુરા ચોક મારૂતી સોસાયટી વિશાલ ઉર્ફે વાકી ડોક નાગાજનભાઈ ગોરાણીયા ઉ.વ.24 રહે. આશાપુરા યામાહા શો રૂમ સામેની ગલીમાં,માલદે ઉર્ફે જગીરો રામભાઇ કુછડીયા ઉ.વ.37 રહે. માર્કેટીંગ યાર્ડ પાસે કડીયા પ્લોટ જતા રસ્તે શિવમ સોસાયટી રવી કીસાભાઈ મુછાળ ઉ.વ.34 રહે. જ્યુબેલી ખાપટ રોડ ગાયત્રીનગર રબારી સમાજ પાસે ને પકડી પાડી યારેય આરોપીઓ તથા કાર પોલીસ હવાલે લઇ સદરહું ગુનાની તપાસ નાયબ પોલીસ અધિક્ષક રાણાવાવ કરતા હોય જેથીઓને સોંપી આપેલ છે. સ્થાનિક ગુના શોધક શાખાના ઈ/યા પો.ઇન્સ. આર.કે.કાંબરીયા, મદદનીશ બટુકભાઈ વિંઝુડા, રાજેન્દ્રભાઈ જોષી, રણજીતસિંહ દયાતર, ગોવિંદભાઈ મકવાણા, હેડ કોન્સ્ટેબલ લક્ષ્મણભાઈ ઓડેદરા, સલીમભાઈ પણાણ, ઉપેન્દ્રસિંહ જાડેજા, હિમાંશુભાઈ મક્કા, કુલદીપસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ પરમાર, પોલીસ કોન્સ્ટેબલ નટવરલાલ ઓડેદરા, અજયભાઈ ચૌહાણ તથા પોલીસ કોન્સ્ટેબલ રોહિતભાઈ વસાવા વગેરે રોકાયેલ હતા.

રિલેટેડ ન્યૂઝ