પોરબંદર જિલ્લામાં અનેક શખ્સો પાસેથી મળી આવ્યો દેશી-વિદેશી દારૂ

ટ્રાફિક નિયમનો ભંગ કરનારા ઇસમો સામે પણ થઇ કાર્યવાહી: હથિયારબંધી જાહેરનામા ભંગનો પણ નોંધાયો ગુન્હો

પોરબંદર જિલ્લામાં અનેક શખ્શો પાસેથી દેશી-વિદેશી દારૂ મળી આવ્યો છે. તે ઉપરાંત ટ્રાફિક નિયમનો ભંગ કરનારા ઇસમો સામે પણ કાર્યવાહી થઇ છે અને હથિયારબંધી જાહેરનામા ભંગનો પણ ગુન્હો નોંધાયો છે.
વિદેશી દારૂ સબબ કાર્યવાહી
પોરબંદરના બંદરરોડ પર સીપાઇવાડા ખાતે રહેતા મુસ્તુફા નાસીર શેરવાનીને ખારવાવાડના ચોગાન ફળિયા વિસ્તારમાંથી વ્હીસ્કીની 255 રૂપિયાની ત્રણ બોટલ સાથે પકડી પાડયો હતો. જામજોધપુરના જામસખપુર ગામે રહેતા સંજય પોપટ ખુંટીને ચોૈટા ચેકપોસ્ટ પાસેથી 250 રૂા.ની વ્હીસ્કીની એક બોટલ સાથે પકડી લેવામાં આવ્યો હતો.
દેશી દારૂના દરોડા
આશાપુરા જગદીશ ગેસ ગોડાઉનવાળી ગલીમાં રહેતા રમેશગર હીરાગર ગોસ્વામીને આશાપુરા ચોકમાંથી 400 રૂા.ના દારૂ સાથે પકડી લીધો હતો.કુતિયાણાના દેવડા ગામે નવાપરામાં રહેતા જેસા કારા કોળીયાતરને 800 રૂા.ના દારૂ સાથે કુતિયાણા બાયપાસ રોડ પરથી પકડી લેવામાં આવ્યો હતો.
પાલખડાના સાયકલોન સેન્ટર પાસે રહેતી મીના ઉર્ફે લીરી કરશન મારૂ હાજર મળી આવી ન હતી પણ તેના મકાનમાંથી 3000રૂા.નો દારૂ મળ્યો હતો. માધવપુરના ગણેશ ઝારા વિસ્તારમાં રહેતા સવા પ્રેમજી પરમારને બાપા સીતારામના મંદિર પાસેથી 2400 રૂા.ના દારૂ સાથે પકડી લીધો હતો. લધુ પ્રેમજી પરમારને 2000 રૂા.ના દારૂ સાથેપકડી લેવામાં આવ્યો હતો. ખારવાવાડના શહીદચોકમાં રહેતા જીતેન્દ્ર ઉર્ફે જીતુ લાલજી મસાણીને જુના બંદર વિસ્તારમાંથી 3800 રૂા.ના દારૂ સાથે પકડી લીધા બાદ દારૂનો જથ્થો આપનાર કાટવાણા ગામના ભરત બાધા છેલાણા સામે પણ ગુન્હો દાખલ થયો છે.ખારવાવાડના ગુંદી ફળિયામાં રહેતા રાજેશ કાનજી પાંજરીને ગરબીચોકપાસેથી 400 રૂા.ના દારૂ સાથે, સુભાષનગરના મીતેન્દ્ર જીવા સોલંકીને રોકડીયા હનુમાન સામેથી 1400 રૂા.ના દારૂ સાથે, માણાવદરના વેકરી ગામના રમણીક નથુ સોલંકીના કુતિયાણાના ચુનારીવાસ વિસ્તારમાંથી 400 રૂા.ના દારૂ સાથે, કુતિયાણાના ટાવરચોક પાસે રહેતા નિલેશ કરશન ભાદરકાને થેપડા ઝાંપા પાસેથી 400 રૂા.ના દારૂ સાથે પકડી લીધા હતા. સોઢાણાના સુતાર ફળિયામાં રહેતી ગીગીબેન રામદે કારાવદરાની ગેરહાજરીમાં તેના ફળિયામાંથી 3600 રૂા.નું દારૂનું બાચકુ મળ્યુ હતુ. માધવપુરા મોટા ઝાંપા સામે રહેતા વિજય જાનુ પરમારને ટાવરની બાજુમાંથી 2400 રૂા.ના દારૂસાથે પકડી લીધો હતો. કુછડીના કાદા વિસ્તારમાં રહેતા સમીર કરશન કુછડીયાને 1000 રૂા.ના દારૂ સાથે રામમંદિરના ચોરા પાસેથી પકડી લીધો હતો.
છરી સાથે ઝડપાયો
ખારવાવાડના પ્રીન્સ ઉર્ફે ઢીકાઢીક મહેશ ચૌહાણને જુની દીવાદાંડી પાસેથી 100 રૂા.ની છરી સાથે પકડી લીધો હતો.

નશામાં ધુત કારચાલકને જાગૃત યુવાને પોલીસને સોંપ્યો
પોરબંદરના ખોજાખાના પાસે રોંગસાઇડમાં ફૂલસ્પીડે સફેદ રંગની ઇનોવા ચલાવતા ચાલકે અન્ય કારના અરીસાને ટકકર માર્યા બાદ બાળકીને કચડવાની કોશિશ કરી હતી અને એક વૃધ્ધ મહિલાના પગ ઉપર કાર ચડાવી દીધી હતી તેથી તે સમયે આ દ્રશ્ય જોઇ રહેલા દક્ષ મોઢવાડીયા નામના યુવાને તેનો પીછો કરીને કારને રોકાવતા ચાલક નશામાં હોવાનું અને ગાળાગાળી કરતો હોવાનું જણાયુ હતુ. જેથી પોલીસને જાણ કરીને તેને સોંપી દેવામાં આવ્યો હતો.જામખંભાળીયાનો મયુર દીપક રાઠોડ નામનો આ ચાલક નશાની હાલતમાં કાર ચલાવતા મળી આવ્યાનો ગુન્હો દાખલ કરીને આગળની પૂછપરછ હાથ ધરી હતી. પોરબંદરમાં કોઇ ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા માટે ખંભાળીયાનો એક પરિવાર આવ્યો હતો તેને લઇને મયુર પોરબંદર આવ્યો હોવાનું જાણવા મળ્યુ હતુ.

રિલેટેડ ન્યૂઝ