પોરબંદરના એડવોકેટે 15 જુન સુધી વડાપ્રધાન મોદીના આહવાનને ઝીલી લેવા ગુજરાત હાઇકોર્ટના ચીફજસ્ટીસને પાઠવ્યુ આવેદન: વકીલો અને પક્ષકારોની હેરાનગતિ પણ થશે દૂર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ક ફ્રોમ હોમની અપીલ કરી છે ત્યારે પોરબંદર સહિત રાજ્યની તમામ કોર્ટને ‘વર્ક ફ્રોમ હોમ’ કરી નાખવા પોરબંદરના એડવોકેટે 15 જુન સુધી વડાપ્રધાન મોદીના આહવાનને ઝીલી લેવા ગુજરાત હાઇકોર્ટના ચીફજસ્ટીસને ુ આવેદન પાઠવ્યુ છે અને તેને લીધે વકીલો અને પક્ષકારોની હેરાનગતિ પણ દૂર થશે તેવો આશાવાદ દર્શાવ્યો છે.
પોરબંદરના એડવોકેટ ભરતભાઇ લાખાણીએ ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીશન ેકરેલી વિસ્તૃત રજૂઆતમાં જણાવ્યુ છે કે હાલ ગુજરાતમાં કાળજાળ ગરમી પડી રહેલ છે અને સરકાર દ્વારા યલો એલર્ટ જેવા સૂચનો કરી રહેલ છે અને કોર્ટનો સમય સવારે 11 થીવાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીનો હોવાના કારણે એડવોકેટોએ તથા પક્ષકારોએ કાળજાળ ગરમીમાં કોર્ટમાં જવુ પડે છે અને હાલ ગુજરાતમાં મોટા ભાગના તમામ શેહોરમાં કોર્ટ બીલ્ડીંગો શહેરથી દૂર અને સામાન્ય રીતે 8-10 કિલો મીટર દૂર કોર્ટ સંકુલો આવેલા હોવાના કારણે અને મોટા ભાગના પક્ષકારો અથવા એડવોકેટો સ્કૂટરમાં આવ-જા કરતા હોવાના કારણે સખત ગરમીમાં અને તાપમાં સ્કૂટર ઉપર આવવુ જવુ પડે છે જેના કારણે પક્ષકારો તથા વકીલોને ખૂબ મુશ્કેલી પડે છે.
આ ઉનાળાની ગરમીમાં રાહત આપવાના હેતુથી જ ગુજરાતની તમામ કોર્ટોને તથા ગુજરાત હાઇકોર્ટને પણ સિવિલ વેકેશન ચાલતુ હોવાના કારણે ‘વર્ક ફ્રોમ હોમ’ કરી નાખવા અપીલ છે.એટલુ જ નહી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ ‘ઇંધણ બચાવવા’ના હેતુથી ‘વર્ક ફ્રોમ હોમ’નો સંદેશો પાઠવેલો હોય અને તે રીતે પણ માત્ર સિવિલ વેકેશનના સમય સુધી એટલે કે તા. 15-6-2026 સુધી ઇંધણ બચાવવાના હેતુથી પણ વર્ક ફ્રોમ હોમનો ઓર્ડર કરવા અપીલ છે.
ઉપરોકત સંજોગો અને પરિસ્થિતિ ધ્યાનમાં લઇને ‘સિવિલ વેકેશન’ ના સમય દરમ્યાન ગુજરાતની તમામ કોર્ટો ‘વર્ક ફ્રોમ હોમ’કરી નાખવા અપીલ છે કે જેથી તમામ એડવોકેટોને કાળજાળ ગરમીમાંથી રાહત રહે અને સાથે સાથે ઇંધણનો પણ બચાવ થાય અને તે રીતે આ સબંધે યોગ્ય કરવા આપને મારી અપીલ છે.
