PGVCLનો માત્ર 15,500નો ’મામુલી’ દંડ,કોન્ટ્રાક્ટરને છાવરવાનો ખેલ?!

ચોપાટી ઉપર ગેટ નિર્માણકાર્યમાં વીજચોરી
સુલભ શૌચાલયમાંથી વાયર નાખી 3 મહિના ચાલ્યું બાંધકામ: વિડીયો વાયરલ થયા બાદ તંત્ર જાગ્યું: કચરો ફેંકનારને દંડતા મનપાના અધિકારીઓ કોન્ટ્રાક્ટર સામે મૌન!

પોરબંદરની ચોપાટી ઉપર પ્રવાસીઓને આકર્ષવા કરોડો રૂપિયાના ખર્ચે મહાનગરપાલિકા દ્વારા ભવ્ય ગેટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. પણ આ નિર્માણકાર્યમાં જ મોટો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. કોન્ટ્રાક્ટરે ઙૠટઈક પાસેથી કામચલાઉ વીજ જોડાણ લેવાને બદલે નજીકના મહાનગરપાલિકાના સુલભ શૌચાલયમાંથી વાયર નાખીને વીજચોરી કરી છેલ્લા ત્રણ મહિનાથી કામ ધમધોકાર ચલાવ્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.
વિડીયો વાયરલ, તંત્રની ઊંઘ ઊડી
વીજચોરીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ મહાનગરપાલિકા અને ઙૠટઈકના અધિકારીઓની ઊંઘ ઊડી હતી. તપાસના નામે માત્ર ઔપચારિકતા નિભાવી ઙૠટઈક દ્વારા બિલનાથ ક્ધસ્ટ્રક્શન કંપનીને માત્ર 15,500 નો દંડ ફટકારવામાં આવ્યો છે. સવાલ એ છે કે 3 મહિનાથી મોટી મશીનરી વડે ચાલતા પ્રોજેક્ટમાં માત્ર 15 હજારનો દંડ? આ રાજ્યાશ્રય હેઠળ કોન્ટ્રાક્ટરને છાવરવાનો સ્પષ્ટ પ્રયાસ નથી તો શું છે?
ઙૠટઈકનું બચાવનામું
ઙૠટઈકના અધિકારીઓએ ગોળગોળ જવાબ આપ્યો કે “તપાસ વખતે સામાન્ય મશીન ચાલતા હતા તેથી વધુ દંડ નહીં”. જ્યારે હકીકત એ છે કે ગેટના પાયા અને બાંધકામ માટે મોટી મશીનરીનો ઉપયોગ થયો હતો. 3 મહિનાથી ચાલતી વીજચોરીને ’સામાન્ય’ ગણાવી રાજકીય ઈશારે કોન્ટ્રાક્ટરને બચાવવાનો ખેલ ઙૠટઈકએ ખેલ્યો છે.
મનપાના એન્જિનિયરોની મિલીભગત?
સૌથી મોટો સવાલ મનપાના સિટી એન્જિનિયરથી માંડીને સાઈડ સુપરવાઈઝર સુધીના અધિકારીઓ પર છે. જ્યારે રોજ સુપરવિઝન થતું હોય તો સુલભ શૌચાલયમાંથી વાયર નાખી વીજચોરી થતી કેમ ન દેખાઈ? શું આ અધિકારીઓની મિલીભગત વગર શક્ય છે? આખા પ્રકરણમાં ભ્રષ્ટાચારની દુર્ગંધ આવી રહી છે.
ગરીબને દંડ, કોન્ટ્રાક્ટરને માફી?
પોરબંદર મહાનગરપાલિકાનું તંત્ર જાહેરમાં કચરો ફેંકનારને 1,000 થી 5,000 નો દંડ ફટકારે છે. પ્લાસ્ટિકની કોથળી વાપરનાર નાના કેબિનધારકને દંડે છે. કચેરીમાં પાનની પિચકારી મારનારનો ફોટો પાડી દંડ વસૂલે છે. અને આ બધાના ફોટા સાથે ઙછઘ વિભાગ પ્રેસનોટ મોકલે છે. તો કરોડોના પ્રોજેક્ટમાં વીજચોરી કરનાર બિલનાથ ક્ધસ્ટ્રક્શનને મનપા દંડ ફટકારશે કે કેમ? જો દંડ ફટકારે તો તેની વિગત અને ફોટો ઙછઘ વિભાગ જાહેર કરશે કે કેમ? આ સવાલ આજે શહેરની જનતા પૂછી રહી છે.
રાજકીય દબાણમાં મૌન વહીવટદારો
આરોપ છે કે રાજકીય દબાણ હેઠળ વહીવટદાર એવા જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી અને મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ પણ હલબલતા નથી. તેથી જ કોન્ટ્રાક્ટરોને મોકળું મેદાન મળી ગયું છે. જનતાની માંગ છે કે આ પ્રકરણમાં કોન્ટ્રાક્ટર કંપની સામે કડક કાર્યવાહી થાય અને તેની વિગતો મનપાના ઙછઘ વિભાગ દ્વારા વિધિવત જાહેર કરવામાં આવે. નહીંતર તંત્રની નિષ્પક્ષતા સામે સવાલો ઉભા થશે.
સળગતો સવાલ: મનપાને લાઈટ બિલ વધુ આવ્યું નહીં હોય?
પોરબંદર ચોપાટીના ગેટના નિર્માણ માટે સુલભ શૌચાલયમાંથી વીજચોરી કરી 3 મહિના સુધી કામ ચાલ્યું. સુલભ શૌચાલય તો મહાનગરપાલિકાનું જ છે. તો સવાલ એ થાય કે છેલ્લા 3 મહિનામાં સુલભ શૌચાલયનું લાઈટ બિલ અસામાન્ય રીતે વધુ આવ્યું નહીં હોય? જો બિલ વધુ આવ્યું હોય તો મનપાના અધિકારીઓની આંખે પાટા કેમ બંધાયેલા હતા? શું હિસાબી શાખાએ બિલ ચૂકવતી વખતે વપરાશમાં અસામાન્ય વધારો નોંધ્યો નહીં? કે પછી ’સેટિંગ’થી બધું દબાવી દેવાયું?મનપાએ તાત્કાલિક સુલભ શૌચાલયના છેલ્લા 6 મહિનાના લાઈટ બિલ જાહેર કરવા જોઈએ.
તંત્રની ’સ્ફૂર્તિ’: ઙૠટઈકનો લેટર મળ્યા પછી એક્શન લેશે મનપા!!
વીજચોરીનો વિડીયો વાયરલ થયો, શહેરમાં હોબાળો મચ્યો, પણ મહાનગરપાલિકાનું તંત્ર હજુ ’ઘોર નિંદ્રા’માં છે. સૂત્રોનું કહેવું છે કે મનપાના જવાબદાર અધિકારીઓએ એવો જવાબ વહેતો કર્યો છે કે, “ઙૠટઈક તરફથી ઓફિશિયલ લેટર આવશે પછી જ અમે કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરીશું.” એટલે કે 3 મહિનાથી નાક નીચે વીજચોરી થતી રહી, સુલભ શૌચાલય મનપાનું હતું, સુપરવાઈઝર મનપાના હતા, છતાં મનપા પોતે સુઓમોટો કાર્યવાહી નહીં કરે! ઙૠટઈકનો પત્ર આવે ત્યાં સુધી કોન્ટ્રાક્ટરને ’અભયદાન’?સવાલ એ છે કે જાહેરમાં કચરો ફેંકનાર સામે તાત્કાલિક દંડ ફટકારનારું તંત્ર, કરોડોના કામમાં વીજચોરી સામે ’લેટર’ની રાહ શા માટે જુએ છે? આ રાહ જોવી મજબૂરી છે કે મિલીભગત?

રિલેટેડ ન્યૂઝ