રતનપરની શ્રી ગોપાલ ગૌશાળાની રજત જયંતીની થશે ઉજવણી

સંતો-મહંતોની ઉપસ્થિતિમાં યોજાશે સમારોહ: 24 કલાકની રામધુન તથા કાનગોપી રાસની બોલશે રમઝટ

રતનપરની શ્રી ગોપાલ ગૌશાળાની રજત જયંતીની ઉજવણી થશે. સંતો-મહંતોની ઉપસ્થિતિમાં આ સમારોહ યોજાશે જેમાં 24 કલાકની રામધુન તથા કાનગોપી રાસની રમઝટ બોલશે.
પૂજ્ય વંદનીય સંત શ્રીદેવાભગત (રતનપુર આશ્રમ)ના આશીર્વાદથી રતનપુર ગામે સ્વ.ધનજીભાઇ દેવજીભાઇ તન્ના પરિવાર સ્થાપિત બિનવારસુ અને નિરાધાર ગૌમાતાઓને નિભાવતી સંસ્થા શ્રી ગોપાલ ગૌશાળા, રતનપુરના લાભાર્થે 25 વર્ષ પૂરા થતા સીલ્વર જ્યુબીલી, રજત જયંતિ નિમિત્તે તા. 15-5-2026ને શુક્રવારથી તા. 16-5-2026 શનિવારના રોજ એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે.
આ કાર્યક્રમમાં સાંજે 6 થી 8 વાગ્યા સુધી સમૂહ ભોજન પ્રસાદી મહેમાનો, સમસ્ત રતનપુર ગામ માટે યોજાશે. રાત્રે 9 થી 9:15 દીપ પ્રાગટય અને સંતો મહંતોનું સન્માન થશે. તા.9:15 થી 9:30 સર્વે સ્વર્ગસ્થ આત્માઓને શ્રધ્ધાંજલિ અને રાત્રે 9:30 થી કાનગોપી રાસની રમઝટ યોજાશે.
24 કલાકની અખંડ રામધુન
પરમ પૂજ્ય સંત શ્રી દેવાબાપાના આશીર્વાદ અને પરમ પૂજ્ય સંત શ્રી પ્રેમ ભીક્ષુજી મહારાજની અસીમ કૃપાથી ગૌશાળાની સ્થાપનાને 25 વર્ષ પૂર્ણ થતા સીલ્વર જ્યુબીલી અને રજત જ્યંતી નિમિત્તે સૌના કલ્યાણની એકમાત્ર ભાવનાથી સંત શ્રી દેવાભગત રામધુન મંડળ અને ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટ શ્રી ગોપાલ ગૌશાળા રતનપર દ્વારા તથા પૂજ્ય સંત શ્રીદેવાભગત-રતનપુર આશ્રમ તથા આ સંસ્થાના સ્થાપક સ્વ. ધનજીભાઇ દેવજીભાઇ તન્ના યુ.કે. તથા સર્વે સ્વર્ગસ્થના આત્માઓના મોક્ષાર્થે 24 કલાક રામધુન શ્રી ગોપાલ ગૌશાળા ખાતે યોજાશે જેનો પ્રારંભ તા. 15-5-2026 શુક્રવારે બપોરે 3 વાગ્યાથી પૂર્ણાહુતિ તા. 16-5-26 શનિવારે બપોરે 3 વાગ્યા સુધી યોજાશે.
સંતો મહંતોની ઉપસ્થિતિ
આ પ્રસંગે અતિથિ વિશેષ અને સંતો મહંતો માં ધ્રાસણવેલ આશ્રમ દ્વારકાના પ.પૂ. 1008 મહામંડલેશ્ર્વર સ્વામી શ્રીકૃષ્ણાનંદપુરીજી મહારાજ, ઓડદર મહંત ગોરખનાથ મંદિરના પરમ પૂજ્ય સંત શ્રી ગોપાલનાથ બાપુ, નિર્વાણધામ યોગાશ્રમ રાણાવાવના પરમ પૂજ્ય સ્વામી શ્રી પરમાત્માનંદગિરિજી અને પરમ પૂજ્ય સ્વામી શ્રી અમૃતાત્માનંદગીરીજી, શિવશક્તિઆશ્રમ છાયા પોરબંદરના પરમ પૂજ્ય સંત શ્રીકૃષ્ણજતી બાપુ, પોરબંદરના એરપોર્ટ સામે આવેલા ઓમ શાંતિ આશ્રમના પરમ પૂજ્ય સંત શ્રી પુષ્કરનાથ બાપુ ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા સંતશ્રી દેવાભગત રામધુન મંડળ અને ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટ ગોપાલ ગૌશાળા, રતનપર દ્વારા તથા સંસ્થાના સંસ્થાપક હંસાબેન ધનજીભાઇ દેવજીભાઇ તન્ના લંડન યુ.કે. દ્વારા ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવાયુ છે.

રિલેટેડ ન્યૂઝ