પોરબંદરની ઘરેલુ હિંસાની ફરિયાદમાં હાઇકોર્ટે આપ્યો સ્ટે

પ્રાથમિક દ્રષ્ટિએ ખોટી ફરિયાદ કરી હોવાની થઇ દલીલ

પોરબંદરના ઘરેલુ હિંસાના કેસમાં હાઇકોર્ટે સ્ટે આપ્યો છે.
હાલ આધુનિક જમાનામાં પતિ-પત્નીમાં વાંધા વધતા જતા હોય છે અને જ્યારે વાંધા પડે ત્યારે પતિની સામે ફરીયાદો કરવાના બદલે પતિના આખા કુટુંબને હેરાન કરવાના ઇરાદે ડોમેસ્ટીક વાયોલેન્સ એકટ નીચે કોર્ટમાં ફરિયાદ કરવામાં આવતી હોય છે તેજ રીતે કોમલબેન અંકુરભાઇ મીયાત્રા દ્વારા તેના પતિ અંકુર ઉપરાંત તેના સાસુ મુકતાબેન તથા નણંદ નીશાબેન તથા બીજા નણંદ અંકીતાબેન જ્યારે નણંદોયા પીયુસભાઇ પરમાર તથા મામજી સાસુ મનીષાબેન દીલીપભાઇ સામે ફરીયાદ દાખલ કરેલી હતી અને અરજીમાં સાચા ખોટા આક્ષેપો કરેલા હતા. પરંતુ સુપ્રીમકોર્ટ અને હાઇકોર્ટના અલગ- અલગ ચુકાદાઓ મુજબ લગ્ન કોઇ ગુન્હાહિત પ્રવૃત્તિ નથી તેથી ઘરના સભ્યોને આરોપી ગણી શકાય નહી અને તે રીતે સાસુ તથા નણંદો તથા નણંદોયા દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં તેઓના એડવોકેટ ભરતભાઇ લાખાણી તથા હાઇકોર્ટના એડવોકેટ કાનન જાડેજા મારફતે ફરીયાદ રદ કરવા માટે રીટ દાખલ કરતા અને તેમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા ઇન્ટ્રીમ ઓર્ડર કરીને તેઓની સામેની કાર્યવાહી કે જે પોરબંદરની કોર્ટમાં પેન્ડીંગ છે જે ફોજદારી કાર્યવાહી હવે આગળ ન ચલાવવાનો વચગાળાનો હુકમ કરેલ છે અને તે રીતે હાઇકોર્ટમાં અરજી કનારાઓ અલગ અલગ ગામમાં રહેતા હોય અને નણંદોયા સી.એ. હોય અને વડોદરા રહેતા હોય અને તે રીતે અલગ-અલગ ગામમાં વસવાટ કરતા સાસરીયાઓની સામે ફરીયાદ કરેલી હોય પરંતુ હાઇકોર્ટ દ્વારા પતિ-પત્નીના સબંધો અન્વયે બાકીના ઘરના સભ્યો સામે પ્રાથમિક દ્રષ્ટિએ ખોટી ફરીયાદ કર્યા હોવાનું ફલીત થતુ હોય તેથી બાકીના ઘરના સભ્યોને મોટી રાહત આપેલી છે અને પોરબંદરની કોર્ટમાં પેન્ડીંગ ફોજદારી કેશમાં મુદતે- મુદતે હાજર રહેવુ નહી પડે અને હાલ તેની સામેની ફયિણરાદ ‘સ્ટે’ આપેલ છે.
આ કામમાં આરોપીઓ વતી હાઇકોર્ટમાં કાનન જાડેજા તથા વિભૂતિ કાનન જાડેજા તેમજ પોરબંદરની કોર્ટમાં એડવોકેટ દીપકભાઇ બી. લાખાણી, ભરતભાઇ બી. લાખાણી, હેમાંગ ડી. લાખાણી, અનિલડી. સુરાણી, જયેશ બારોટ, જીતેન સોનીગ્રા, જીતેન્દ્ર પાલા, નવઘણ જાડેજા, ભૂમિ વરવાડીયા, ચાંદની મદલાણી, ભાવના પારધી રોકાયેલા હતા.

રિલેટેડ ન્યૂઝ