ગોઢાણીયા મહિલા કોલેજ ખાતે વિવિધ કોર્ષ અને પ્રવૃતિ વિષે મેળવી જાણકારી: મહિલા શિક્ષણના પ્રચાર-પ્રસારની કરી સરાહના
પોરબંદરની ગોઢાણીયા મહિલા કોલેજની મુંબઇના શિક્ષણવિદ્ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી.
ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સીટીની આશરે 150 કોલેજોમાંથી રાષ્ટ્રીય મૂલ્યાંકન સંસ્થા (એન.એ.એ.સી.) દ્વારા એકમાત્ર ‘એ’ ગ્રેડ મેળવનાર ડો. વી.આર.ગોઢાણીયા મહિલા કોલેજની મુલાકાતે છત્રપતિ શિવાજી મહારાજ યુનિવર્સિટી, મુંબઇ યુનિવર્સીટીના લો કોલેજના હેડ અવનીબેન મિસ્ત્રીએ મુલાકાત લીધી હતી. જેઓ મૂળ રાજકોટના છે. પરંતુ વર્ષોથી મુંબઇ સ્થાયી થયેલા છે. તેઓએ 5ાંચ વર્ષ વકિલાતમાં ગાળ્યા બાદ શિક્ષણક્ષેત્ર પસંદ હોય. છેલ્લા સાત વર્ષથી લો ફેકલ્ટી અને હેડ તરીકે ફરજ બજાવી રહ્યા છે.
આ તકે કોલેજના પ્રિન્સિપાલ ડો. કેતન શાહે તેમને પોતાની ચેમ્બરમાં આવકારી સ્વાગત કર્યુ હતુ. તેમજ ડો. વી.આર.ગોઢાણીયા મહિલા કોલેજના યશસ્વી 38 વર્ષની ગાથા કહી, શ્રી માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટ દ્વારા બે કેમ્પસમાં ચાલતા વિવિધ કોષ ર્વિશે માહિતી આપી હતી.
આ તકે તેઓએ પણ પોતાની યુનિવર્સીટીમાં ચાલતા વિવિધ અભ્યાસક્રમ વિષે માહિતી આપી હતી એટલું જ નહી કોઇપણ વિદ્યાર્થીને અભ્યાસક્ષેત્ર મુંબઇ આવવુ હોય તો પોતે એક ગુજરાતી તરીકે માર્ગદર્શન આપશે તેમ જણાવ્યુ હતુ.
ત્યારબાદ તેઓએ ડો. વી.આર.ગોઢાણીયા મહિલા કોલેજના વિવિધ વિભાગો જેમકે ભરતમુની રંગમંચ, ઓપનએર થીયેટર, 160 કોમ્પ્યુટર ધરાવતી વિશાળ કોમ્પ્યુટર લેબ, પુશબેક ચેર ધરાવતા બે ઓડીટોરીયમ, લાઇબ્રેરી, સ્માર્ટકલાસ, તેમજ સમગ્ર ઇન્ફ્રાસ્ટ્રકચર, કેન્ટીનની સુવિધા નિહાળી અભિભૂત થયા હતા કે અમારે મુંબઇમા પણ કોલેજમાં જેટલી ફેસીલીટી હોય તેવીજ ફેસીલીટી અહી પણ જોવા મળે છે. તેમજ ડો. વી.આર. ગોઢાણીયા મહિલા કોલેજ આ વિસ્તારમાં જે મહિલાશિક્ષણનો પ્રચાર પ્રસાર કરે છે તેની સરાહના કરી હતી.
તદઉપરાંત નવા શૈક્ષણિક વર્ષમાં વર્કશોપ, સેમિનાર, ઓનલાઇન વાર્તાલાપ, એકસપર્ટ લેકચર અંગે બંને સંસ્થા જોડાશે તેમજ પ્રિન્સિપાલ ડો. કેતન શાહ રસાયણ વિજ્ઞાનમાં પીએચ.ડી. કરેલ હોય તેમજ બહોળો અનુભવ ધરાવતા હોય, એકસટર્નલ રેફરી તરીકે જોડાવા આમંત્રણ પાઠવ્યુ હતુ.
