ધો-10 ના તેજસ્વી તારલાઓને બિરદાવવામાં આવ્યા: શાસ્ત્રી સ્વામીઓએ પાઠવ્યા રૂડા આશીર્વાદ
પોરબંદરના છાયામાં આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ વિદ્યાલયનું ધો-10 નું 88.39% પરિણામ જાહેર થયું છે.
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ શૈક્ષણિક સંકુલ છાયા પોરબંદર સંચાલિત શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ શૈક્ષણિક સંકુલ- છાયાના સંસ્થાપક શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીના આશીર્વાદ અને મેનેજિંગ ટ્રસ્ટી શાસ્ત્રી સ્વામી ભાનુપ્રકાશદાસજીના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ સ્વામિનારાયણ ગુરૂકુલ વિદ્યાલય, છાયા પોરબંદર ખાતે ચાલી રહેલી છે. શૈક્ષણિક વર્ષ 2025-26 માં બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-માર્ચ 2026માં ધો-10 ની લેવાયેલ પરીક્ષાનું પરિણામ જાહેર થતાં શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ વિદ્યાલયનુ પરિણામ 88.39% પ્રાપ્ત થયેલ છે. જેમાં વિદ્યાર્થી સોલંકી મીત ભીમજીભાઈ 89.89 પી.આર. (એ-ટુ ગ્રેડ) સાથે શાળાના પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે, સોલંકી અંજલી અરવિંદ ભાઈ 83.46 પી.આર. (બી-વન ગ્રેડ) સાથે દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે તથા કોરીયા દેવાંશી રમેશભાઈ 78.89 પી.આર. (બી-વન ગ્રેડ) સાથે તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે . શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ વિદ્યાલય છાયા પોરબંદરના શૈક્ષણિક ક્ષેત્રનો બહોળો અનુભવ ધરાવતા આચાર્ય ભૂમિકાબેન ચાવડાની સતત દેખરેખ હેઠળ ચાલતી પોરબંદરની ખ્યાતનામ સ્કૂલ કે જેમા દરેક મુખ્ય વિષયના કવોલીફાઈડ અનુભવી તથા તલસ્પર્શી જ્ઞાન ધરાવતા શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. સમગ્ર વર્ષ દરમિયાન શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા સઘન માર્ગદર્શન, વિદ્યાર્થીઓના સખત પરિશ્રમ અને અથાગ મહેનતના પરિણામે સ્કૂલનુ એસ.એસ.સી. બોર્ડનું વર્ષ 2025-26નું પરિણામ 88.39% પ્રાપ્ત થયુ તથા ઉતિર્ણ થનાર દરેક વિદ્યાર્થીઓને શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ શૈક્ષણિક સંકુલ છાયા પોરબંદર તથા રાણાવાવનાં સંસ્થાપક શાસ્ત્રી સ્વામી શ્રીહરિપ્રશાદાસજી, મેનેજિંગ ટ્રસ્ટ્રી શાસ્ત્રી સ્વામી શ્રીભાનુપ્રકાશદાસજી, સ્વામી શ્રીધર્મતનયદાસજી, પેટ્રન ટ્રસ્ટી દીપકભાઈ ડી. જટાણીયા (લંડન યુ.કે.) ટ્રસ્ટી પદુભાઈ અને હરસુખભાઈ બુદ્ધદેવ, સ્વામિનારાયણ ગુરૂકુલ ,છાયા દ્વારા સંચાલિત એમ.બી.એ. કોલેજ, બી.બી.એ. કોલેજ, બી.સી.એ. કોલેજ, નર્સિંગ કોલેજ, બી.કોમ. કોલેજ, લો કોલેજ, સી.બી.એસ.ઇ. સ્કૂલ, પ્રાઇમરી સ્કૂલ, છાયા અને રાણાવાવના આચાર્ય, શ્રી સ્વામિનારાયણ ગુરૂફુલ હાયર સેક્ધડરી સ્કુલના આચાર્ય, સમગ્ર સ્ટાફ ગણ અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા અને ઉતરોતર પ્રગતિની શુભેચ્છા પણ આપી હતી.
