ધરમપુર ગામે રીક્ષામાંથી વિદેશી દારૂની 33 બોટલ મળી

આરોપી હાજર મળી આવ્યો નહી હોવાથી પોલીસે હાથ ધરી શોધખોળ: ટ્રાફિક નિયમનો ભંગ કરનારા ઇસમો સામે થઇ કાર્યવાહી

ધરમપુર ગામે રીક્ષામાંથી વિદેશી દારૂની 33 બોટલ મળી આવી હતી આરોપી હાજર મળી આવ્યો નહી હોવાથી પોલીસે શોધખોળ હાથ ધરી છે તે ઉપરાંત ટ્રાફિક નિયમનો ભંગ કરનારા ઇસમો સામે કાર્યવાહી થઇ છે.
ધરમપુરમાં દરોડો
ઉદ્યોગનગર પોલીસમથકની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે એવી માહિતી મળી હતી કે ધરમપુર ગામે રહેતો દેવા ભીખુ મોરી નામનો ઇસમ દારૂના ધંધા કરે છે અને મોટી માત્રામાં દારૂ ઉતાર્યો હોય તેવી માહિતી મળતા તાત્કાલિક દરોડો પાડવામાં આવ્યો હતો જેમાં દેવા ભીખુ હાજર મળી આવ્યો ન હતો પરંતુ તેના ફળિયામાં એક રીક્ષા મળી આવી હતી. જેમાં તપાસ કરતા ફકત દમણ અને દીવમાં વેચાણ માટેની માર્કાવાળી વિદેશી દારૂની 33 બોટલ મળી આવી હતી તેથી 22644નો દારૂ અને 60 હજારની રીક્ષા સહિત82,644નો મુદામાલ કબ્જે કરી આરોપી દેવા મોરીની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
ટ્રાફિક નિયમ ભંગ બદલ કાર્યવાહી
કડીયાપ્લોટ આંબેડકરભવનની પાછળ રહેતા સની રમણીક ચૌહાણને બોખીરા સતીઆઇ મંદિર પાસેથી નશાની હાલતમાં બાઇક ચલાવતા પકડી લીધો હતો. કુતિયાણાના ધર્મેશપોપટ રાઠોડને થેપડા ઝાંપા પાસેથી પીધેલી હાલતમાં બાઇક ચલાવતા પકડી લેવાયો છે. કોલીખડાના કરણ પોપટ મકવાણાએ બગવદરના બસસ્ટેશન પાસે બોલેરો વાહન ભયજનક રીતે પાર્ક કરતા ધરપકડ થઇ છે. ઓડદરના વણકરવાસમાં રહેતો મનોજ નાંઝા સાદીયા નશાની હાલતમાં સ્કૂટર લઇ ડ્રાયવીંગ લાયસન્સ વગર તુંબડાનાકેથી નીકળતા પકડી લેવાયો હતો. ભાટીયાબજારમાં ગોપીનાથજીની હવેલી પાસે રહેતા જાદવ નરસી ચામડીયાને નશાની હાલતમાં બાઇક ચલાવતા બોખીરા બસસ્ટેશન સામેથી પકડી લેવાયો છે. રાણાવાવના નાના રબારીકેડામાં રહેતા બ્રીજેશ વેજા મોરીને વનાણાના ઓવરબ્રીજ રોડથી વિરૂધ્ધ દિશામાં ગફલતભરી રીતે બાઇક ચલાવતા પકડી લેવાયો છે. છાયા એ.સી.સી. રોડ પર કુંભાર જ્ઞાતિની વંડીની પાછળ રહેતા શૈલેષ દયારામ થાનકીને આશાપુરા ચાર રસ્તેથી પૂર ઝડપે એકટીવા ચલાવતા પકડી લેવાયો છે.

રિલેટેડ ન્યૂઝ