પોરબંદર જિલ્લામાં તળાવની માટી વિનામૂલ્યે આપવાના બદલે કરી લેવામાં આવે છે રોકડી

સુજલામ સુફલામ યોજનાને રાજકીય ઓથ ધરાવતા મળતીયાઓએ કમાણીનું સાધન બનાવ્યુ: મુખ્યમંત્રીને થઇ લેખિત ફરિયાદ

પોરબંદર જિલ્લામાં સુજલામ સુફલામ યોજનાને રાજકીય ઓથ ધરાવતા મળતીયાઓએ કમાણીનું સાધન બનાવી નાખી છે જેના કારણે ખેડૂતોને મફતમાં આપવાની માટીની રોકડી કરવામાં આવી રહી છે તેમ જણાવીને એડવોકેટ દ્વારા ઉચ્ચકક્ષાએ ફરિયાદ થઇ છે.
પોરબંદરના એડવોકેટ અને આર.ટી.આઇ. એકટીવિસ્ટ ભનુભાઇ નાગાભાઇ ઓડેદરાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને કરેલી રજુઆતમાં જણાવ્યુ છે કે પોરબંદર જિલ્લામાં સિંચાઇ વિભાગ, જિલ્લા પંચાયત કચેરી પોરબંદર અને કાર્યપાલક ઇજનેર ક્ષાર અંકુશ વિભાગ પોરબંદર દ્વારા વિવિધ તળાવો તથા ડેમો અને વોકળાઓ ઉંડા-પહોળા કરવા માટે પરમીટો, ઇસ્યુ કરવામાં આવેલ છે. તેમાની મોા ભાગની માટી ઉપાડવાની પરમીટો રાજકીય ઓથ ધરાવતા વ્યક્તિઓને આપવામાં આવેલ છે. આથી ખેડૂતોને મફત માટી મોરમ આપવાની થતી હોવા છતાં પણ ટ્રેકટરો અને ડમ્પરોના ભરવાના રૂપિયા લેવામાં આવે છે. હાલમા બરડા વિસ્તારના તળાવો, વોકળા અને ઘેડ વિસ્તારમાં રાણાવાવ, કુતિયાણા વિસ્તારમાં ખેડૂતો પાસેથી રૂપિયા લઇ વાહનોમા માટી મોરમ ભરી આપે છે. છતા મહાસ્થાનિક જવાબદાર વહીવટીતંત્ર કોઇ કાર્યવાહી કરતુ નથી.
બાદ જણાવવાનું કે હાલમાં ગોસાબારા પાસે કર્લીજળાશયમાંથી માટી ઉપાડવામાં આવી રહી છે. જો ઉપરના ભાગની માટી ઉપાડવામાં આવશે તો ડેમમાં ખારુ પાણી થઇ જશે. છતાં પણ બેફામ માટી ઉપાડવામાં આવી રહી છે. આ માટીના ટ્રકો રોડ ઉપર ઓવરલોડ ભરી ખુલ્લામાં માનવજિંદગી જોખમાય તે રીતે ચલાવવામાં આવે છે. વાહનો ઉપર કોઇ તાલપત્રી બાંધવામાં આવની નથી અને હાલમાં રાણાવાવ બાયપાસ આજુબાજુમાં માટી મોરમ ઉપાડવાની પરમીટ આપવામાં આવેલી હોવાથી અમુક ડમ્પરો-પીપરીયા પાટીયાથી ભોદના પાટીયા મૂળ સુધી રોડ સાઇડમાં વાહન ચલાવવામાં આવે છે અને ઓવરલોડ અને માનવજિંદગી જોખમાય તે રીતે વાહનો ચલાવવામાં આવે છે. હાલમા ઓડદર પાસે આજુબાજુમાં બેફામ માટી ચોરી કર્લી ડેમ અને આજુબાજુમાં સરકારી જમીનમાંથી કરવામાં આવી રહી છે.
સુઝલામ સુફલામ યોજના ખેડૂતો માટેની યોજના હોવા છતાં ખેડૂતોને માટી રૂપિયા લઇ ભરી આપતા હોવાની ફરિયાદ એડવોકેટ ભનુભાઇ ઓડેદરા પાસે આવતા આપને જાણ કરુ છું હાલમાં પોરબંદર આજુબાજુ ભુમાફિયા દ્વારા મોટાપાયે માટી, મુરમની ચોરી કરવામાં આવી રહી છે. ખેડૂતોને રૂપિયા લઇ માટી મોરમ, ટ્રેકટર કે ડમ્પરોમાં ભરી આપવામાં આવતી હોય આપને અરજી કરુ છું. તેમ તેમણે જણાવ્યુ છે.

રિલેટેડ ન્યૂઝ