પોરબંદર ચેમ્બરના ચાલતા ડખ્ખામાં અમારો શું વાંક?!

વર્ષોથી ફરજ બજાવતા બે કર્મચારીઓએ ચેરીટી કમિશ્નરથી માંડીને જિલ્લા પોલીસવડા અને જિલ્લા કલેકટરને પાઠવ્યું આવેદન: ત્રણ મહિનાથી પગાર પણ ચુકવાયો નથી: બંને જુથના સભ્યો પોતપોતાના કબ્જા જમાવી રહ્યા છે ત્યારે નાના કર્મચારીઓનો થયો મરો

પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સમાં બંને જુથ વચ્ચે કાયદાકીય લડત ચાલી રહી છે,ત્યારે વર્ષો જુના કર્મચારીઓનો મરો થયો છે અને ત્રણ મહિનાથી પગાર પણ ચુકવાયો નથી તેથી તેઓ દ્વારા રજુઆત કરવામાં આવી છે.
પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સમાં વર્ષોથી ફરજ બજાવતા કર્મચારીઓ પરસોત્તમભાઈ જમનભાઈ કાણકીયા અને વિજયભાઈ દયારામ સોલંકીએ ચેરિટી કમિશ્નર સહિત જિલ્લા પોલીસવડા ભગીરથસિંહ જાડેજા અને જિલ્લા કલેકટર એસ.ડી. ધાનાણી તેમજના બન્નેજુથના નેતાઓને લેખિત આવેદનપત્ર પાઠવી જણાવી દીધું છે કે,બંને અરજદારો છેલ્લા ઘણાં લાંબા સમયથી પોરબંદરની ચેમ્બર ઓફ કોમર્સમાં કર્મચારી તરીકે અમારી ફરજ બજાવીએ છીએ.અને ચુંટણી અનુસંધાને હોદેદારો બદલાતા રહેતા હોય પરંતુ અમો કર્મચારી હોવાના નાતે અમારી ફરજ બજાવતા રહીએ છીએ.પરંતુ તાજેતરમાં કાનુની વિવાદ ચાલતા હોય અને જીજ્ઞેશ કારીયા જુથ તથા નલીન કાનાણી જુથ પોત-પોતાના કબજા હોવાનુ અને સાચા હોદેદારો હોવાનું જણાવતા હોય અને તેના કારણે અમોને મુશ્કેલી ઉભી થઈ રહેલ છે.ચેમ્બર ઓફ કોમર નું સાહીત્ય ઓફીસમાં જ પડેલુ હોય પરંતુ ઓફીસના કબજા સંબંધે તકરાર ચાલતી હોય અને ઓફીસમાં પડેલુ કાયમી રેકર્ડ-સાહીત્ય કોઈ લઈ જાય અને પછી કર્મચારી તરીકે અમારૂ નામ જણાવી દે તો અમારા વાંક ગુન્હા વગર અમો ખોટા વિવાદમાં ફસાઈ જતા હોવાના કારણે અમો નોકરી કરવા માંગતા હોવાછતાં અમારી સામે ખોટા આક્ષેપો ન થાય તેથી કે, અમોને કોઈ જુથ દ્વારા ખોટી રીતે ફસાવી દેવામાં ન આવે તેવા હેતુથી અમો નોકરી કરવા જઈ શકતા નથી.અમો બંને સાવ સામાન્ય માણસો છીએ.અને ચેમ્બર ઓફ કોમર્સના પગારના આધારે જ અમારા પરીવારનો નિભાવ થાય છે. અને આ વિવાદ ના કારણે છેલ્લા-3 મહીનાથી અમોને કોઈના પણ દ્વારા પગા2 આપવામાં આવેલ નથી. અને અમો આજે પણ અમારી ફરજ બજાવવા માંગતા હોય અને નોકરીએ જવા માંગતા હોય પરંતુ અમારા જેવા ગરીબ માણસોને ખોટી રીતે ફસાવી દે તેવી દહેશત હોવાના કારણે કારણ કે, સંસ્થાનું તમામ સાહીત્ય – રેકર્ડ સંસ્થાની ઓફીસમાં જ પડેલુ હોય અને બંને જુથ દ્રારા પોતાના કબજા હોવાનુ જણાવતા હોય ત્યારે ઓફીસમાં પડેલુ સાહીત્ય કોઈ કાગળો, કોઈ ચીજવસ્તુઓ લઈ ગયેલા હોય પરંતુ હવે અમો નોકરીએજઈએ તો અમો લઈ ગયેલ હોવાનો ખોટો આક્ષેપ અમારી ઉપર થાય તેમ હોય તેથી બીકના કારણે અમો ફરજ બજાવવા જઈ શકતા નથી. અને તેના કારણે અમારા વાંક ગુન્હા વગર હાલ અમો ખોટી રીતે હેરાન થઈ રહેલ છીએ.આ બાબતે અમોને કોઈ મુશ્કેલી ન થાય તે રીતે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તો અમો અમારી ફરજ બજાવવા તૈયાર હોય અને અમોને કોઈપણ જુથ સાથે કાંઈ લેવા દેવા ન હોય અને અમો નિષ્ઠાપુર્વક અમારી ફરજ બજાવવા માંગતા હોય પરંતું અમારી ઉપર ખોટા આક્ષેપો થવાની સંભાવના હોવાના કારણે કારણ કે, છેલ્લા-3 મહીનામાં બંને જુથ પાસે ચેમ્બર ઓફ કોમર્સની ઓફીસના કબજા હોવાના ફોટાઓ વાયરલ થયેલા હોય અને તે રીતે ચેમ્બર ઓફ કોમર્સનું સાહીત્ય રેકર્ડ ચીજવસ્તુઓ કોઈના પણ દ્રારા લઈ જવામાં આવેલ હોય તેવુ બનવાની સંભાવના અને શક્યતા રહેલી હોય અને અમો ફરજ ઉપર હાજર થઈએ તો અને પછી અમો જ ચોરી ગયેલ હોવાના આક્ષેપો થવાની સંભાવના હોય તેથી અમો ડર અને બીકના માર્યા અમારી ફરજ બજાવવા જઈ શકતા નથી. અને આ ધણી ગંભીર બાબત હોય અને તેથી આ બાબતે અમોને યોગ્ય મદદ કરવા યોગ્ય રક્ષણ આપવા અમારી આપને નમ્ર વિનંતી છે.પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સમાં વર્ષોથી ફરજ બજાવતા કર્મચારીઓ પરસોત્તમભાઈ જમનભાઈ કાણકીયા અને વિજયભાઈ દયારામ સોલંકી દ્વારા આ અંગે લેખિતમાં ચેરિટી કમિશ્નરથી માંડીને જિલ્લા પોલીસ વડા તેમજ જિલ્લા કલેકટરને પણ જાણ કરી દેવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ