ઉમ્મતી એન્ડ ઉન્નતિ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નવમી વખત જશ્ને સમૂહ શાદીનો યોજાયો સમારોહ: લગ્ન સ્થળે મેરેજ સર્ટિફિકેટ થયા અર્પણ: ફ્રીઝ,વોશિંગ મશીન, કબાટ સહિત 80 થી વધુ જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓનો કરિયાવર આપવામાં આવ્યો
પોરબંદરમાં સમુહ શાદીનું આયોજન થતાં ત્રીસ યુગલોએ નિકાહ પઢયા હતા.
પોરબંદર મહાનગરપાલિકા મેરેજ રજિસ્ટ્રેશન વિભાગના સરકારી અધિકારી વિવેકભાઇ હોદાર દ્વારા મેરેજ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ તમામ વરરાજાઓને અર્પણ કર્યા હતા,પોરબંદર શહેરમા અનેક લોક સેવાકાર્ય કરતી સંસ્થા ઉમ્મતી એન્ડ ઉન્નતી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નવ માં સમુહ શાદીનું ભવ્ય આયોજન સંસ્થાના સ્થાપક તેમજ કોમના રહેબર સૈયદ ઇકબાલબાપુ તિરમીજી સાહબ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું જેમાં પોરબંદર શહેર તેમજ સૌરાષ્ટ્રભરમાંથી 30 વર અને 30 ક્ધયા આ સમુહ શાદીમાં જોડાયા હતા પોરબંદર ખાતે ચોપાટી નજીક આવેલા મહાનગરપાલિકાના પાર્ટી પ્લોટમાં સમુંહ શાદી નું ભવ્ય સેટ ત્યાર કરવામાં આવ્યું હતું. જ્યા રોશની થી ઝળહળતા સ્ટેજ ઉપર દુલ્હા દુલ્હનના નિકાહ ની રસમ અદા કરવામાં આવી હતી. લગ્ન ગ્રંથ થી જોડાયેલા દરેક નવ દમંપતીઓને આ ટ્રસ્ટ દ્વારા સખી દાતાઓના સહયોગથી કરીયાવર મા અંદાજે 80 કરતા પણ વઘુ જીવન જરૂરીયાતની વસ્તુઓ આપવામાં આવેલ. ઘરવખરીનો સંપૂર્ણ સેટ, કબાટ, પલંગ, ગાદલા-ઓશીકા, ફ્રિજ, વોશિંગ મશીન, સ્ટીલ અને પ્લાસ્ટિક ના વાસણ, મિક્સર, પંખો, કપડાં, સિંગારનો સામાન વગેરે વર-ક્ધયા માટે જરૂરી જીવનજરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ ભેટ સ્વરુપે આપવામાં આવી હતીઆ ખુશીના પ્રસંગે કાર્યકમ ની શરૂઆત કારી અબ્દુલકાદીર સાહબ (મુંબઈ), દ્વારા તીલાવતે કુરઆનેપાક થી કરવામાં આવી હતી તેમજ આ પ્રોગ્રામના ઝેરે હિમાયત હાફિઝ સૈયદ અલીરઝા કાદરી અને મોલાના મુસા રઝા સાહબ (ધોરાજી) દ્વારા નાતો મનકબત પેશ કરવામાં આવેલ.આ મુબારક પ્રસંગે પોરબંદર ના મશહુર નાઅતખવા જનાબ ઇસ્માઇલભાઇ સુમરા દ્વારા નાતો મનકબત પડતાં પડતાં દરેક વરરાજાઓને સ્ટેજ સુધી લઈ આવ્યા હતા. આ મુબારક પ્રસંગના ઝેરે સદારત-વ-ખિતાબત ખલીફા-એ-તાજુશરીયા-વ-ખલીફા-એ-રફીકે મિલલત સૈયદ સઆદતઅલીબાપુ સાહબ દ્વારા શાનદાર તકરીર કરવામાં આવી હતી જેમાં દિન અને દુન્યવી રીતે સમુહ શાદી નું મહત્વ તેમજ ફાયદાઓ બયાન ફરમાવવામા આવ્યા હતા અને લોકો ને નશીહત આપતા કહ્યું હતું કે આજના સમય અનુસાર લગ્ન પ્રસંગો માં કરવામાં આવતા ખોટા ખર્ચાઓથી લોકોએ બચવું જોયે.અને હંમેશા સમુહ શાદીમાં જ નિકાહ કરવા જોયે તેવું કહેવામાં આવ્યું હતું ત્યારબાદ. હઝરત સૈયદ સઆદત અલીબાપુ સાહબ દ્વારા તમામ દુલ્હાઓને નિકાહ માટે કલમા-શરીફ પઠાવયા હતા અને નવા જીવનની શરૂઆત કરી રહેલ દુલ્હા દુલ્હન ઓ માટે અને સંસ્થાના તમામ કાર્યકર્તાઓ માટે ખાસ દુવાઓ કરવામાં આવી હતી. દુલ્હાઓના વકીલ તરીકે હઝરત સૈયદ જલાલબાપુ સાહબ ,હઝરત સૈયદ ગુલામલીબાપુ, હઝરત હાફીઝ મોહમ્મદ ઇલ્યાસ સાહબ, હઝરત ઉસ્માન ગની સાહબ, હઝરત સૈયદ હુશેનબાપુ સાહબ વકીલ તરીકે રહ્યા હતા અને તમામ દુલ્હાઓના ગવાહ તરીકે સૈયદ ભીખુબાપુ,સૈયદ અલ્તાફબાપુ તિરમીજી,સૈયદ યુસુફબાપુ કાદરી હાજી અસફાકભાઇ દાંડીયા,જનાબ રશીદભાઇ રાઠોડ, જનાબ હાજી કાસમભાઈ સમા, હાજી અમીનભાઇ ગીરાચ,હાજી આસીફભાઇ ભીમાણી,જનાબ આરીફભાઈ હાલાઇપોત્રા,જનાબ અશરફભાઇ અફીણી ગવાહ તરીકે રહ્યા હતા.નિકાહ બાદ દરેક લોકો માટે જમણવારનું પણ આયોજન કરવામાં આવ્યું હતુંઉમ્મતી એન્ડ ઉન્નતી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત આ સમુહ શાદીમાં વર ક્ધયા ના પરીવારો તેમજ આમંત્રીત દરેક સમાજના આગેવાનો તેમજ પત્રકાર મીત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ટ્રસ્ટના પ્રમુખ જનાબ એજાજભાઇ લોઘીયા, હાજીયાસીનભાઇ ઐબાણી, મહેબુબખાન બેલીમ,આરીફભાઇ રાઠોડ સહીત ટ્રસ્ટ ના તમામ સભ્યો નું પોરબંદર સુન્ની અંજુમને ઇસ્લામ-પોરબંદર તેમજ સમસ્ત ફકીર જમાત ના પ્રમુખ મેનેજીંગ બોર્ડ સહીત હાજર આગેવાનો દ્વારા ફુલહાર અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું આ સંસ્થાના આગેવાનઓ તેમજ દરેક સભ્યો એ દીવસ રાત જોયા વિના સખ્ત મહેનત કરી આ કાર્યકમ ને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. ત્યારે પોરબંદર ની અલગ અલગ સંસ્થાઓ તેમજ મુસ્લિમ સમાજ ની વિવિઘ જમાતો ના આગેવાનો દ્વારા આ ટ્રસ્ટ ના બધાજ સભ્યોનું સાલ તેમજ ફુલહારથી સન્માન કરવામાં આવ્યું હતું.આ સમુહ શાદીના પ્રસંગને આમંત્રણને માન આપી ઉપસ્થિત રહેલા વેરાવળથી હાફીઝ જાવીદ સાહેબ, સુન્ની અંજુમને ઇસ્લામના ઉપપ્રમુખ અકબરભાઈ સેલોત, જનરલ સેક્ટરી અશરફભાઇ અફીણી, જોઇંન્ટસેક્ટરી હારુનભાઇ સાટી, ખજાનચી દાઉદભાઇ શેઠા મુસ્લિમ સમાજના અગ્રણી હાજી હનીફભાઇ ઐબાણી (અલ), મોંહમદ રફીકભાઇ સમા (બુખારી) સૈયદ અબ્બાસ બાપુ કાદરી મેમણ સમાજ ના અગ્રણી ફારૂકભાઈ બઘાડ હાસમભાઈ વહેવારિયા, જનાબ હાજી કાદરભાઈ હામદાણી, હાજી કાદરભાઈ માંઢાઈ, રિઝવાનભાઈ માંઢાઇ, પ્રોફેસર ડો.અરાફતભાઇ કાદરી સૈયદ અઝીમબાપુ કાદરી, સૈયદ સાદીક બાપુ, સૈયદ ઉમરમીયા ઇસ્માઇલમીયા (મમુમિયાં બાપુ) સૈયદ ગુલુબાપુ, , હાજી અમીનભાઈ ઐબાણી, ઝુબેરભાઈ લાલ, નસીમભાઈ પઠાણ (રેલવે પાર્સલ ઓફીસર), જાવિદભાઈ સંઘાર અફઝલભાઇ અફીણી પટેલ (કોર્પોરેટર પોરબંદર મહાનગરપાલિકા) હસનભાઈ મન્સૂરી (પ્રમુખ પોરબંદર જીલ્લા ભાજપ લઘુમતી મોરચા), હાજી ઇબ્રાહીમભાઇ સંઘાર સમસ્ત ફકીર જમાત પ્રમુખ અ.રશીદભાઈ ઝિંદા તથા મેનેજીંગ બોર્ડ સમસ્ત સિપાઈ જમાત ના પ્રમુખ ફીરોજખાન પઠાણ, માજીપ્રમુખ ફારુકખાન શેરવાની, ફિરોજભાઈ પઠાણ (ગુડુ ભાઈ) ઇસ્માઇલભાઇ મુલતાની પ્રિન્સીપાલ વિ.જે.મદ્રેસા,પોરબંદર સમસ્ત મુસ્લિમ સમાજની જમાતના પ્રમુખો મેનેજીંગ કમીટીના સભ્યો ટ્રસ્ટી તેમજ સામાજિક સંસ્થાઓના આગેવાનો સહીત નામી અગ્રણીઓ ખાસ હાજરી આપી હતી.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ એઝાઝ હબીબ લોધીયા, ઉપપ્રમુખ હાજીયાસીનભાઈ એબાણી, મેહબૂબખાન બેલીમ,આરીફભાઈ રાઠોડ, અમીનભાઈ ગિરાચ, અમીનભાઈ ગડન, શબીરભાઈ રાઠોડ, અબબાસભાઇ શેક (ચાઉસ) વસીમભાઈ આરબ, ફારૂકભાઇ ગજ્જન, નાઝીમભાઈ લાલ, અને તેમની ટીમ, અફઝલભાઇ લાલ, સૈયદ ગફારબાપુ, હમઝાભાઈ હામદાણી,અબ્દુલભાઈ રાવડા, યુનુસખાન પઠાણ,યુનુસભાઈ પરમાર,અશફાકભાઈ લોધીયા, ઈમરાનભાઇ રાઠોડ, અકરમભાઇ પરમાર, મહમદભાઇ રાઠોડ, અશરભાઇ, તૌસીફભાઇ અનસભાઇ પરમાર,સુલેમાનભાઇ બોખીરાવાલા, જીશાનભાઇ, હસનભાઈ,હનીફભાઇ બેલીમ, રાજુભાઈ જોખીયા, સરફરાઝભાઇ હામદાની, સલીમભાઈ જુણેજા, જાબીરભાઇ લાંઘા,સીરાજભાઈ બ્લોચ યુસુફ ભાઈ નાલબંધ હુસૈનભાઈ વાલા અને તેમની ટીમ,સાબીર,અવૈશરાવકુડા ,ઞફાર મલેક સાજીદ મલેક, એહમદહુશેનભાઈ નાલબંધ,
હારૂનભાઇ પરમાર, દાદુભાઇ પરમાર, હનીફભાઇ બેલીમ,રિઝવાનભાઇ પરમાર, મો.અકીલભાઇ ઐબાણી વિગેરેએ સભ્યો એ સમગ્ર કાર્યક્રમની જહેમત ઉઠાવેલ હતી તેમજ આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પોરબંદર ના જાણીતા એનકર ઝાહીદ નાગોરી તેમજ ઇસ્માઇલખાન શેરવાની દ્વારા કરવામાં આવ્યું હતું,ટ્રસ્ટની પરમપરા મુજબ સંસ્થાના દરેક કાર્યમાં હાજરી આપતા આમંત્રીત મહેમાનો તેમજ સખી દાતાઓને ટ્રસ્ટ દ્વારા સન્માન ભેટ આપવામાં આવી હતી.પોરબંદર મહાનગરપાલિકા દ્વારા એક જ દિવસે એકી સાથે તમામ દુલ્હાઓને મેરેજ સર્ટિફિકેટ અર્પણ કરવા બદલ તેમજ પોરબંદર પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા લગ્ન સમારોહમાં ટ્રાફિકની કોઈપણ પ્રકારની અડચણ ઉભી ન થાય તે માટે સુચારૂ કામગીરી કર્યા બદલ ટ્રસ્ટ દ્વારા પોલીસ ડીપાર્ટમેન્ટનો હૃદયપુર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
