આદિત્યાણાના બે બુટલેગરોની ગેરહાજરીમાં પોલીસે પકડી દારૂની બે ભઠ્ઠી

બરડા ડુંગરના કોઠાવાળા નેશની ઉતરે દરોડો પાડી 33 હજારથી વધુનો મુદામાલ કર્યો કબ્જે: જિલ્લામાં મહિલા સહિત અનેક શખ્શો પાસેથી મળી આવ્યો દારૂ

આદિત્યાણાના બે બુટલેગરોની ગેરહાજરીમાં પોલીસે દારૂની બે ભઠ્ઠી પકડી છે અને બરડા ડુંગરના કોઠાવાળા નેશની ઉતરે દરોડો પાડી 33 હજારથી વધુનો મુદામાલ કબ્જે કર્યો છે તે ઉપરાંત જિલ્લામાં મહિલા સહિત અનેક શખ્શો પાસેથી ે દારૂ મળી આવ્યો છે.
બરડા ડુંગરમાં દરોડો
જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા પ્રોહીબીશન જુગારની બદી નેસ્તનાબુદ કરવા ખાસ સુચના કરેલ હોય જે અનુસંધાને પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં પ્રોહીબીશન, જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ અંકુશમાં લેવા ખાસ સુચના કરેલ હોય જે અનુસંધાને રાણાવાવ ડીવીઝન વિભાગના પોલીસ અધિક્ષક ધ્રુવલ સી. સુતરીયાના માર્ગદર્શન હેઠળ રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર બી.જી. ડાંગર દ્વારા રાણાવાવ પોલીસ સ્ટાફને પ્રોહીબીશન પ્રવૃતિ કરતા ઇસમોન ત્યાં રેઇડો કરવા સુચના કરવામાં આવેલ છે. જે અન્વયે રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર આર.વી. મોરી તથા પોલીસ સ્ટાફના માણસો બરડા ડુંગર જંગલ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ સંજય વાલાભાઇ તથા સરમણભાઇ દેવાયતભાઇ તથા જયમલ સામતભાઇને મળેલ સંયુકત હકીકત આધારે બરડા ડુંગર કોઠાવાળાનેશથી ઉતરે આશરે 1 કિ.મી. દૂર ડુંગરના ટેકરા પર હકીકતવાળી જગ્યાએ સર્ચ કરી રેઇડ કરતા સુદા દેવરાજભાઇ ગુરગુટીયા રહે. આદિત્યાણા ગામ, તા. રાણાવાવ, જી. પોરબંદરવાળાની દેશી દારૂની ભઠ્ઠી મળી આવેલ તેમજ બરડા ડુંગર કોઠાવાળા નેશથી ઉતરે આશરે 1 કિ.મી. દૂર પાણીની જરમાં હકીકતવાળી જગ્યાએ સર્ચ કરી રેઇડ કરતા ગોગન સેજાભાઇ ગુરગુટીયા રહે. આદિત્યાણા ગામ તા. રાણાવાવ જી. પોરબંદરવાળાની દેશી દારૂની ભઠ્ઠી મળી આવેલ અને મજકુર બંને ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી રાણાવાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના અલગ-અલગ ગુન્હા રજીસ્ટર્ડ કરાવેલ છે.
હાજર નહી મળી આવેલ સુદા દેવરાજભાઇ ગુરગુટીયા રહે. આદિત્યાણા ગામ વાળાની ભઠ્ઠીમાંથી દેશી દારૂ લીર 50 તથા દેશી દારૂ બનાવવાનો આથો લી.400 તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂા. 22,400નો મુદામાલ મળી આવેલ.તથા હાજર નહી મળી આવેલ ગોગન સેજાભાઇ ગુરગુટીયા રહે. આદિત્યાણા ગામ વાળાની ભઠ્ઠીમાંથી દેશી દારૂ બનાવવાનો આથો લીટર 400 તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂા.11,300નો મુદામાલ મળી આવેલ હતો.
આ કામગીરી રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર બી.જી.ડાંગર તથા પોલીસ સબ ઇન્સ્પેકટર આર.વી.મોરી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ બી.જે. દાસા તથા એ.કે.લુવા તથા એસ.આર. કરંગીયા તથા પોલીસ કોન્સ્ટેબલ સંજય વાલાભાઇ,સરમણ દેવાયતભાઇ,જયમલ સામતભાઇ, કૃણાલસિંહ પ્રવિણસિંહ, ભરત કાનાભાઇ તથા ફોરેસ્ટગાર્ડ ડી.બી. ઓડેદરા દ્વારા કરવામાં આવેલ હતી.
દારૂના અન્ય દરોડા
નવા કુંભારવાડા શેરી નં. 3માં રહેતા સુનીલ ઇશ્ર્વર સીંગડીયાને 400 રૂા.ન ા દારૂ સાથે પકડી લેવાયો છે. મીયાણીના ભુપત દેવશી જમોડને ગામના સતિઆઇના મંદિર પાસેથી 400 રૂા.ના દારૂ સાથે અને સુભાષનગરના કમલેશ બાબુ લોઢારીને 400 રૂા.ના દારૂ સાથે પકડી લીધા હતા. બોખીરા તુંબડામાં ચમની દીવાલ પાસે રહેતા દેવીબેન રામા ઓડેદરા પાસેથી 1200નો દારૂ મળી આવતા સવારે પોલીસમથકે હાજર થવા જણાવ્યુ હતુ. બોખીરાની આવાસ યોજનામાં રહેતા વિનોદ દિનેશ બોરસીયાને 400 રૂ.ના દારૂ સાથે પકડી લેવામાં આવ્યો છે. બરડા ડુંગરના વીરડીનેશમાં રહેતા લખમણ મેરામણ ગુરગુટીયાને ગેરહાજરીમાં આદિત્યાણા કાટવાણા રોડ પર વોકળામાં રાખેલ 3800 રૂા.નો દારૂ કબ્જે કરવામાં આવ્યો છે.

રિલેટેડ ન્યૂઝ