અરજદારે મ્યુનિસિપલ કમિશ્નરને પાઠવ્યું આવેદન:ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની માલિકીનું મકાન ખરીદનાર પાસે દસ્તાવેજ પણ ઉપલબ્ધ
પોરબંદરના છાયા વિસ્તારમાં કેટલાક વર્ષો પહેલા નિયમ વિરૂદ્ધ વિભાજનની મંજુરી અપાતા એક વ્યક્તિની માલિકીના મકાન અને પ્લોટ કપાત થઈ ગયા છે તેથી તે અંગે રજુઆત કરવામાં આવી છે.
છાયા ગામના રે.સર્વે નં. 301 પૈકી સંગમનગર બીનખેતી તા.20/07/1971 માં થયેલ હોય જેના પ્લોટ નં. 3 તેમજ નં.4 માં છાંયા નગરપાલિકા દ્વારા ઓનલાઈન વિભાજન પરવાનગી તા.23/12/2020 ના આપેલ હોય જેમાં પશ્ચિમ તરફ 40 ફૂટ નો રસ્તો બતાવેલ છે જેથી અમારા કાયદેસરના પ્લોટ કપાત થઇ જતા હોય જે અંગે યોગ્ય કરવા મ્યુનિસિપલ કમિશ્નરને રજુઆત કરવામાં આવી છે.અરજદાર ભગવાનજી વિઠ્ઠલદાસ અટારા એ છાયામાં ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ ગાંધીનગર પાસેથી મકાન ખરીદેલ બોર્ડને ભરવાની તમામ રકમ ભરી આપેલ અને બોર્ડ દ્વારા અમોને પાકું દસ્તાવેજ બનાવી આપેલ છેછાંયા ગામના જુના રે. સર્વે પૈકીની જમીન તા. 20/07/1971 થી બીનખેતી છે સંગમનગર પ્લાન મંજુર થયેલ હોય જે બિનખેતીના પ્લાનની ચતુર્સીમાં મુજબ પશ્ચિમ તરફ ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ ગાંધીનગર બિનખેતીની જમીન હોય જ્યાં કોઈ રસ્તો ના હોય છતાં છાંયા નગરપાલિકા તરફથી પાંચ વર્ષ પહેલા સંગમનગર પ્લોટ નં.3 તેમજ 4 ની ઓનલાઈન વિભાજન પરવાનગી સ્થળ કે નકશા જોયા વગર આપવામાં આવેલ છે, જેમાં વિભાજન પ્લાનમાં પશ્ચિમ તરફ 12.19 મીટર નો રસ્તો વિભાજન પ્લાનમાં બતાવવામાં આવેલ છે જે તદન ખોટું છે.કારણ કે સંગમનગર ની પશ્ચિમ તરફ બિનખેતીની જમીન આવેલ હોય જે અમે બોર્ડ પાસેથી વેચાણ થી લીધેલ હોય બોર્ડ દ્વારા અમોને પોરબંદર સબ રજીસ્ટર કચેરીમાં પાકું દસ્તાવેજ બનાવી આપેલ છે. છાંયા નગરપાલીકા દ્વારા સ્થળ તપાસ કર્યા વગર આ ઓનલાઈન વિભાજન પરવાનગી આપી દેવામાં આવેલ હોય જે ખરેખર ખોટી હોય જેથી આ ઓનલાઈન વિભાજન પરવાનગીને તાત્કાલિક રદ કરવામાં આવે તેવી અમારી માંગણી છે.અમો સ્થળ ઉપર ગયેલ હતા ત્યાં સંગમનગર પ્લોટ નં.3 તથા પ્લોટ નં.4 માં વિભાજન પ્લોટની પશ્ચિમ તરફ અમારા પ્લોટ મકાન આવેલ છે અને જો ત્યાં રસ્તો નીકળેતો અમારોનો પ્લોટ કપાત થઇ જાય અમે બોર્ડને રૂપિયા ભરીને ખરીદેલ અમારું મકાન પ્લોટ કપાત કેવી રીતે થઇ શકે?સંગમનગર પ્લોટ નં.3 તથા પ્લોટ નં.4 પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા રૂ.ચાર લાખ મકાન બનાવવા લાભાર્થીને સહાય પોરબંદર મહાનગરપાલિકા દ્વારા મંજુર કરવામાં આવેલ છે, જેમાં બે લાભાર્થી દ્વારા પ્લીન્થનું બાંધકામ ચાલુ કરેલ છે અને પશ્ચિમ તરફ રસ્તો ન હોવા છતાં આપની કચેરી દ્વારા મંજુરી આપવામાં આવેલ છે,જેથી ઉપરોક્ત બાબતે યોગ્ય કરવા અરજદાર ભગવાનજી વિઠ્ઠલદાસ અટારાએ માંગ કરી છે.
