સંસ્થાના સ્થાપકે જન્મ દિવસ નિમિત્તે ભોજનની સાથે જરૂરી ચીજવસ્તુઓ પણ કરી અર્પણ:શહેરીજનો સહયોગ આપવા આગળ આવે તેવી કરી અપીલ
પોરબંદરમાં 2000 દિવસથી અવિરતપણે વૃદ્ધોને ઘર બેઠા ભોજન આપતી સંસ્થાની કામગીરી કાબિલેદાદ છે,ત્યારે તેના સ્થાપકના જન્મદિવસ નિમિત્તે ભોજનની સાથે જરૂરી ચીજવસ્તુઓ પણ અર્પણ થઈ હતી અને લોકો પણ સહયોગ આપે તેવી અપીલ થઈ છે.
કોરોનાકાળમાં 17.10.2020 થી શરૂ કરી છેલ્લા 2000 દિવસ જેટલા દિવસથી એકપણ દિવસની રજા પાડ્યા વગર હિતેષ કારીયા ફ્રી ટિફિન સેવા પોરબંદરની ટીમ દ્વારા દરરોજ ગરમા ગરમ ભોજન અમારા રસોડે બનાવીને પોરબંદરના અલગ અલગ વિસ્તારોમાં રહેતા સર્વ જ્ઞાતિના વૃદ્ધ નિરાધાર એકલવાયા કે જેનો ભગવાન સિવાય કોઈ જ સહારો નથી તેવા પ્રભુરૂપ માં-બાપને ટિફિન ભોજન સેવા પહોંચાડવાની સેવા અવિરત ચાલુ છેસેવાભાવી યુવાન અને ટિફિન સેવાના મુખ્ય સંચાલક , રઘુવંશી એકતા પોરબંદરના સ્થાપક પ્રમુખ,પુર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી લોહાણા મહાપરિષદ કેળવણી સમિતિ, તેમજ લીઓ ક્લબ, હેપ્પી લેડી ક્લબના માધ્યમ થી તેમજ આયુષ્યમાન કાર્ડ કેમ્પ ,વૃદ્ધ સહાય વિધવા સહાય, મેડિકલ કેમ્પ જેવા લોકો માટે ઉપયોગી સેવાકાર્યો કરતા હિતેષ કારીયા દ્વારા જન્મદિવસની ઉજવણી વૃદ્ધ નિરાધાર માં-બાપની ભોજન સેવામાં કેરીનો રસ, પુરી, ગાઠીયા શાક ભાત સાથેનું વિશિષ્ટ મેનુ સાથે ખાંડ-ચા ભુલી પેકિંગ કરીને પહોંચાડીને કરવામાં આવી હતી,આ સેવાકાર્યમાં કારીયા પરિવાર તેમજ રઘુવંશી એકતા ટીમ મેમ્બર્સ પણ જોડાયા હતા.દરેકને અપીલ કરવામાં આવે છે કે,
આપના પરિવારના જન્મદિવસ , પુણ્યતિથી , કે પ્રસંગો, તહેવારો નિમિત્તે વૃદ્ધ નિરાધાર , એકલવાયા રહેતા માં બાપ ની ભોજન સેવા કરી ને તેઓના ચેહરા પર ખુશી લાવીને ઉજવણી એ પ્રભુને ભોગ પ્રસાદ બરાબર હોઈ તેઓના ચહેરાની ખુશી થી વિશેષ ઉજવણી શું હોઈ શકે અને સાથે આપણા આત્માને પણ સંતોષ થઈ તે રીતે અન્ન સેવાએજ પ્રભુસેવા દ્વારા ઉજવણી કરવા સૌને અપીલ છે ભોજન સેવા દ્વારા ઉજવણી કરવા માટે ટિફિન સેવા સ્થળ રાધેશ્યામ મંદિર, એસ.વી.પી રોડ પોરબંદર ખાતે રૂબરૂ તેમજ મો.નં.9825285984 ઉપર સંપર્ક કરી શકો છો.
