વેકુરડીપ્લોટ વિસ્તારમાં વ્હીસ્કીની 23 બોટલ સાથે આધેડ ઝડપાયો

માલ પૂરો પાડનાર બોખીરાના ઇસમ સામે પણ ગુન્હો થયો દાખલ: સોઢાણા ગામે 70 વર્ષની વૃધ્ધાના ઘરેથી મળી દારૂની 224 કોથળી: જિલ્લામાં અનેક શખ્શો પાસેથી દેશી દારૂ મળી આવ્યો

વેકુરડીપ્લોટ વિસ્તારમાં વ્હીસ્કીની 23 બોટલ સાથે આધેડ ઝડપાયો છે તેનેમાલ પૂરો પાડનાર બોખીરાના ઇસમ સામે પણ ગુન્હો દાખલ થયો છે તે ઉપરાંત જિલ્લામાં અનેક શખ્શો પાસેથી દેશી દારૂ મળી આવ્યો છે.
વ્હીસ્કી સાથે ઝડપાયો
પોરબંદરના વેકુરડીપ્લોટમાં જાહેર પીરની દરગાહ પાસે રહેતા અને અગાઉ દારૂ સાથે પકડાઇ ચૂકેલા નરસી વેલજી સીકોતરાએ તેના મકાનમાં વિદેશી દારૂ ઉતાાર્યાની માહિતીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડયો તો જેમા નરસીના ઘરમાંથી વ્હીસ્કીની 23 બોટલ કિ. રૂા. 12,995ની મળી આવી હતી તેથી પોલીસે નરસીની વિધિવત રીતે ધરપકડ કરીને આગળની પૂછપરછ હાથ ધરતા તેણે એવી કબુલાત આપી હતી કે આ વ્હીસ્કીનો જથ્થો તેને બોખીરાના રબારી કેડામાં રહેતા ભીમા લાધા મારુએ વેચાતો આપ્યો છે તેથી પોલીસે ભીમા સામે પણ ગુન્હો હાથ ધરીને તપાસ હાથ ધરી છે.
સોઢાણામાં વૃધ્ધા પાસેથી દારૂ મળ્યો
સોઢાણા ગામે રહેતા 70 વર્ષના વૃધ્ધા ગીગીબેન રામદે કારાવદરાએ પોતાના મકાનમાં મોટી માત્રામાં દેશી દારૂ ઉતાર્યો હોવાની માહિતીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ હાથ ધરી હતી જેમા ગીગીબેનના મકાનમાંથી દારૂની 224 કોથળીઓ કબ્જે થઇ હતી તેથી 11,200 રૂા.નો દારૂ કબ્જે કરીને તેની પૂછપરછ કરવામાં આવતા આ દારૂનો જથ્થો તેને ભાણવડ નજીક પાસ્તરડી ગામના લખમણ નારણ કોડીયાતર પાસેથી વેચાણ અર્થે લીધો હોવાની કબુલાત કરતા પોલીસે લખમણ કોડીયાતર સામે પણ ગુન્હો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
દેશી દારૂના અન્ય દરોડા
નગીનદાસ મોદી પ્લોટ શેરી નં. 4માં રહેતા અનીલ દેવશી જેઠવાને તેના ઘર નજીક રામમંદિર પાસેથી 200 રૂા.ના દારૂ સાથે પકડી લેવામાં આવ્યો હતો. વીરડીપ્લોટના રામદેવપીરના મંદિર પાસે રહેતા રાજેશ વશરામ મકવાણાને સ્ટેટ લાઇબ્રેરી પાસેથી 1000 રૂા.ના દારૂ સાથે પકડી લેવામાં આવ્યો છે. બોખીરા તુંબડાના હનુમાન મંદિર વાળી ગલીમાં રહેતી પૂતીબેન ભોજા મોઢવાડીયાના મકાનમાંથી 2000 રૂા.નો દારૂ મળી આવતા તેને સવારે પોલીસમથકે હાજર થવા સૂચના આપવામાં આવી હતી. બખરલા ગામે સોસાયટી વિસ્તારમાં રહેતી માલીબેન માધામારુ ની ઓસરીમાંથી 3200 રૂા.નું દારૂનું બાચકુ મળી આવતા કાર્યવાહી કરવામાં આવી હતી. જાવર ગામે પાણીના ટાકા પાસે રહેતા વીકી કિરણ વાઢીયાને 400 રૂા.ના દારૂ સાથે પકડી લેવાયો હતો. જાવરના રમેશ ભાણા ગુજરીયાને જાવર ગામેથી 400 રૂા.ના દારૂ સાથે પકડી લેવામાં આવ્યો છે.
નશાખોર સ્કૂટરચાલક અને છરી સાથે નીકળેલા ઇસમની થઇ ધરપકડ
છાયાના દેવજી ચોકમાં રહેતા મનીષ જગજીવન જેઠવાને છાયાના દ્વારકેશ હાઇટસ સામેથી નશાની હાલતમાં સ્કૂટર ચલાવતા પકડી લેવાયો હતો. પીપળીયા ગામના વિજય બાલકૃષ્ણ બાપોદરાને 25 રૂા.ની છરી સાથે રાણાવાવના બાયપાસ રોડ પર પીપળીયા ગામના પાટીયા પાસેથી પકડી લેવામાં આવ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ