તા.25 થી 30 મી મે સુધી નિયત કરેલા વિસ્તાર માટે અમલી બન્યું: નિયમનો ભંગ કરનાર સામે થશે કાયદેસરની કાર્યવાહી
પોરબંદર જિલ્લામાં ગુજરાત ઉચ્ચ મહેસુલ લાયકાત પરીક્ષા 2026 અન્વયે જાહેરનામું પ્રસિદ્ધ થયું છે.
ગુજરાત ઉચ્ચ મહેસુલ લાયકાત પરીક્ષા-2026 અન્વયે પોરબંદર જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રેખાબા સરવૈયા દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-1951 ની કલમ-37(1)(એફ) મુજબ જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યુ છે.જાહેરનામા અનુસાર પોરબંદર જિલ્લા ખાતેના પરીક્ષા કેન્દ્ર “ડો.વી.આર.ગોઢાણીયા, મહીલા કોલેજ, ઠે.ખીજડી પ્લોટ સામે, એમ.જી.રોડ, પોરબંદર” ખાતે તા.25/05/2026 થી તા.30/05/2026 સુધી સમય કલાક 10.00 થી 14.00 સુધી પરીક્ષા કેન્દ્રના પરિસરમાં કે પરીક્ષા ખંડોમાં ગેરરીતી / ચોરીઓના દુષણો ન થાય તે હેતુથી મોબાઇલ, કેલ્ક્યુલેટર, ડીઝીટલ વોચ. કોઇપણ પ્રકારના ઇલેકટ્રીકલ, મીકેનીકલ, ઇલેકટ્રોનિક ઉપકરણો તેમજ ગેરરીતી આચરવા કોમ્યુનીકેશન થઇ શકે એવા કોઇ પણ પ્રકારના સાધનો ઉપકરણો લઇ જવા ઉપર મનાઇ ફરમાવવામાં આવી છે.
આ હુકમનું ઉલ્લંધન કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ-1951 ની કલમ-135 અન્વયે સજા થઇ શકશે. આ હુકમમાં જેને મુકિત આપવામાં આવી હોય તેવા ફરજ પરના અધિકારી/કર્મચારીઓને લાગુ પડશે નહી.તેમજ પરીક્ષા જે દિવસે ન હોય તે સમયગાળા દરમ્યાન લાગુ પડશે નહી.
