પોરબંદરમાં ડિપ્લોમા ઇજનેરીના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે માર્ગદર્શન સેમીનાર યોજાયો

સરકારી પોલીટેકનિક કોલેજ ખાતે થયું આયોજન:વિશાળ સંખ્યામાં ધો-10 પાસ વિદ્યાર્થીઓ અને વાલીઓ રહ્યા ઉપસ્થિત

પોરબંદરની સરકારી પોલીટેકનિક કોલેજ ખાતે ઇજનેરી ડિપ્લોમા અભ્યાસક્રમો માટે પ્રવેશ મેળવવા માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
પોરબંદરમાં એ.સી.પી.ડી.સી. અમદાવાદના ઉપક્રમે નોડલ સંસ્થા સરકારી પોલીટેકનિક, પોરબંદર દ્વારા સેમીનાર હોલ, બ્લોક બી, સરકારી પોલીટેકનીક પોરબંદર ખાતે સંસ્થાના આચાર્ય પ્રો. આર. એન.મોઢા, નોડલ ઓફીસર પ્રો.એ.એન.ખુદાઈવાલા તથા કમિટીના સભ્યો દ્વારા ડીપ્લોમા ઇજનેરી અભ્યાસક્રમોમાં ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા વર્ષ 2026-27 ની માહિતી, તે અંગેના ક્રમિક પગલાં તથા વિદ્યાર્થી અને વાલીઓનાં પ્રવેશ પ્રક્રિયાને લગતાં પ્રશ્નોનાં નિરાકરણને લગતી સંપુર્ણ માહિતી પુરી પાડવામાં આવી હતી.આ સેમીનારમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ