સિંધપુર વડાળા રોડ પર આવેલી સીમમાં ટોર્ચના અજવાળે રમતા હતા તીનપત્તીનો જુગાર!
પોરબંદરના સિંધપુર થી વડાળા જતા રસ્તે ભાટીયાળી સીમ વિસ્તારમાં રાત્રે ટોર્ચના અજવાળે જુગાર રમી રહેલા ચાર જુગારીઓને પોલીસે 15,360 ની રોકડ સાથે પકડી લીધા છે.
કુતિયાણા પોલીસ ની ટીમ નાઇટ પેટ્રોલિંગમાં હતી ત્યારે એવી માહિતી મળી હતી કે કુતિયાણાના સિંધુપુર થી વડાળા ગામ તરફ જતા રસ્તે આવેલી ભાટીયાળી સીમ વિસ્તારના કાચા રસ્તે કેટલાક લોકો ટોર્ચના અજવાળે જુગાર રમી રહ્યા છે.
જેથી પોલીસે તાત્કાલિક ત્યાં જઈને દરોડો પાડતા એ જ વિસ્તારમાં રહેતા ભીમા અરજન કેશવાલા, સિંધપુર ગામની છેલ્લી શેરીમાં રહેતા રાણા મસરી કારાવદરા, સિંધપુર ગામના નવાપરામાં રહેતા અરવિંદ મોહન ચુડાસમા અને રાતડી ગામે કાંઠા ની બાજુમાં રહેતા રામા માલદે કેશવાલા મળી આવ્યા હતા.
પોલીસે તેઓની પાસેથી 15360 ની રોકડ અને ગંજી પત્તાના 52 પાના કબજે કર્યા હતા તે ઉપરાંત 200 રૂપિયાની ટોર્ચ પણ કબજે કરવામાં આવી હતી. કુલ રૂપિયા 15360 નો મુદ્દામાલ કબજે કરીને તમામની ધરપકડ કરવામાં આવી છે.
