પોરબંદરમાં ટ્રાફિક નિયમનો ભંગ કરનારા આઠ વાહનચાલકોની થઇ ધરપકડ

નવીબંદરના ખાડી કાંઠેથી ગોસાનો યુવાન પાઇપ સાથે ઝડપાયો

પોરબંદરમાં ટ્રાફિક નિયમનો ભંગ કરનારા આઠ વાહનચાલકોની ધરપકડ થઇ હતી તથા નવીબંદરના ખાડી કાંઠેથી ગોસાનો યુવાન પાઇપ સાથે ઝડપાયો હતો.
વાહનચાલકો સામે પગલા
પોરબંદરના વી.વી. બજારમાં રહેતા નિલેષ વીનુ સોલંકીએ એમ.જી. રોડ પર એસ.બી.આઇ. બેન્ક સામે ટ્રાફિકને અડચણરૂપ રીક્ષા પાર્ક કરતા ધરપકડ થઇ છે. છાયા પંચાયતચોકી પાસે રહેતા ઉમેશ ભીખુ વાજાએ કાવેરી હોટલ સામે ભયજનક રીતે ઓટો રીક્ષા પાર્ક કરતા ધરપકડ થઇ હતી. છાયા નવાપરામાં ભગવતી અન્નક્ષેત્ર પાસે રહેતો રુતીક મનસુખ પીસાવાડીયા ગફલતભરી રીતે મોપેડ લઇ કમલાબાગ સર્કલ પાસેથી નીકળતા ધરપકડ થઇ હતી. નરસંગ ટેકરીના સાંઇબાબા મંદિર પાસે રહેતા રણજીત રામા ગોરસીયાને કમલાબાગ પોલીસ સ્ટેશનના ગેટ પાસેથી પૂરઝડપે બાઇક ચલાવતા પકડી લેવાયો હતો. સુરૂચિ સ્કૂલ પાછળ રહેતા હેમાંશુ દિલીપ વારાને રોકડીયા હનુમાન પાસેથી ભયજનક રીતે બાઇક ચલાવતા પકડી લીધો હતો. સુભાષનગરના જયદેવ દિનેશ જેબરને નશાની હાલતમાં બાઇકચલાવતા ચોપાટીના ટી પોઇન્ટ પાસેથી પકડી લીધો હતો. મુળ ખેડાના પીપરવાડા ગામે તથા હાલ રાજકોટના શાપર-વેરાવળ રહેતા જયંતી પરસોતમ સેનવાને કુતિયાણાની વચ્છરાજ હોટલ પાસેથી નશાની હાલતમાં બાઇક ચલાવતા પકડી લીધો હતો. મૂળ રાજસ્થાન તથા હાલ બગવદર રહેતા શિવલાલ માનીયા મીણાને નશાની હાલતમાં બાઇક ચલાવતા બગવદરના ચાર રસ્તેથી પકડી લીધો હતો.
પાઇપ સાથે ઝડપાયો
ગોસા ગામના દિવ્યરાજસિંહ બાબુભાઇ જેઠવાને નવી બંદરના ખાડીકાંઠેથી 10 રૂા.ના લોખંડના પાઇપ સાથે પકડી લીધો છે.

રિલેટેડ ન્યૂઝ