શ્રી કોળી સેવા સમિતિ દ્વારા થયુ આયોજન: વિશાળ સંખ્યામાં જરૂરિયાતમંદ છાત્રોને મળ્યો લાભ
કોળી સમાજના બાળ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનુું વિતરણ થયુ હતુ.શ્રી કોળી સેવા સમિતિ દ્વારા આયોજન થયુ હતુ જેનો વિશાળ સંખ્યામાં જરૂરિયાતમંદ છાત્રોને લાભ મળ્યો હતો.
શ્રી કોળી સેવા સમિતિ દ્વારા ‘શિક્ષણ માટે સાથે મળીને પ્રયાસ કરીએ, સમાજની પ્રગતીનો આધાર સ્થંભ બનીએ’ અંતર્ગત કોળી સમાજના ધોરણ 1 થી 5ના જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને સ્કુલ કીટનું વિતરણ કરવાના આવ્યું હતું. જેમાં દાતાઓ તરફથી અલગ અલગ વસ્તુઓ આપીને સહયોગ કરવામાં આવ્યો હતો.
સ્વ. મોંઘીબેન તથા પ્રગજીભાઈ ગોવાભાઈ વાજાના પરીવાર તરફથી સ્કુલ બેગ, સ્વ. મણીબેન તથા સ્વ. કાનજીભાઈ પરસોત્તમભાઈ વારાના પરીવાર તરફથી 6 નોટબુકનો સેટ, સ્વ. હરસુખલાલ મોહનલાલ બામણીયા પરિવાર તરફથી કંપાસ બોક્સ સેટ, ભગવાન સાયકલ સ્ટોર્સ તરફથી નાસ્તા બોક્સ, ડો. માલતીબેન બામણીયા તરફથી બોલપેનના પેકેટ અને પ્રવીણભાઈ ખોરાવા પો. જી. મહામંત્ર ભાજપ તરફથી ફુલ સ્કેપ નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેથી સમાજના જરૂરીયાતમંદ બાળકો શિક્ષણ પ્રત્યે આગળ વધી શકે.
પોરબંદર મહાનગર પાલિકાના કોળી સમાજના કોર્પોરેટર હર્ષદ પ્રેમજી બામણીયા, આશાબેન દિપકભાઇ સોલંકી તેમજ આશાબેન પ્રફુલભાઈ બગીયા, સમસ્ત કોળી સમાજ પોરબંદર તાલુકા પ્રમુખ ગીગાભાઈ બોઘાભાઈ ચાવડા, કોળી સમાજના શિક્ષિત શ્રેષ્ઠિ મહેન્દ્રભાઈ બામણીયા, કેશવજી વાઢીયા, અશોકભાઈ મોકરીયા, બાબુભાઇ કાનજીભાઈ વારા, હિરાભાઈ ગોરડ, સાવન ભીખુભાઇ વાજા, સમાજ આગેવાન ભુપતભાઇ ડાભી, ભીમનાથ મહાદેવ અન્નક્ષેત્રના તુલસીભાઈ મકવાણા, તળપદા કોળી સમાજ પ્રમુખ રવિભાઇ મકવાણા, ધીરુભાઈ પાટડીયા સહીત અનેક આગેવાનો અને સમાજના લોકો ઉપસ્થિત રહી શિક્ષણ માટે પોતાની પ્રતિબદ્ધા જાહેર કરી હતી અને બાળકોને શિક્ષણ પ્રત્યે ઉત્સાહિત કર્યા હતા. સાથે સાથે ઉજ્વળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.
શ્રી કોળી સેવા સમિતીના કમિટી સભ્યો માને છે કે શિક્ષણના સથવારે જ સમાજની પ્રગતી થઈ શકે. સમાજનું ભવિષ્ય ભાવિ પેઢી સાથે જોડાય હોય, અને ભાવિ પેઢીને શિક્ષણ દ્વારા જ સશક્ત કરી શકાય. આ જ વિચારો સાથે લાખાભાઈ મોકરીયા અને હિતેશ ચુનીલાલ વાજાના નેતૃત્વ માર્ગદર્શન હેઠળ મહેશભાઈ ભુવા, રાજુભાઇ કરગઠિયા, રાજુભાઇ બાલસ, શૈલેષભાઇ ડોડીયા જેવા નવયુવાનો વધુમાં વધુ આવા શૈક્ષણિક કાર્યો કરતા રહેવા તેવી પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
કમિટી તરફથી આવતા વર્ષે સમાજની ભાગીદારી દ્વારા વધુમાં વધુ વિધાર્થીઓને સહાય પુરી પાડી શકાય તે માટે અત્યારથી જ વિચારણા કરી રહ્યા છે. શ્રી કોળી સેવા સમિતી દ્વારા કોળી સમાજના વિદ્યાર્થીઓને ધો. 10 અને 12 પછી કાયમી ધોરણે કારકિર્દી માટે માર્ગદર્શન મળી રહે તેવું આયોજન કર્યું છે. સમાજના લોકોને કોઈપણ બાબતે મૂંઝવતા પ્રશ્ર્નોના નિરાકરણ માટે એક કમિટીનું ગઠન કરેલ છે. આ કમિટી કારકિર્દી, ઉચ્ચ અભ્યાસ માટે બેન્ક લોન, જેવા અનેક મુદ્દે માર્ગદર્શન આપશે. પ્રશ્નોના નિરાકરણ માટે ઉપરોક્ત કમિટી સભ્યોનો સંપર્ક કરી શકે છે.
