વોર્ડ નં-3માં રોડના મેટલ વર્કની કામગીરી થઈ શરૂ

મહિનાઓથી હેરાન થતા રહેવાસીઓની મુશ્કેલીનો હવે આવશે અંત:કોર્પોરેટરોની ઉપસ્થિતિમાં થયો શુભારંભ

પોરબંદર મહાનગરપાલિકાના વોર્ડ નં-3માં રોડના મેટલ વર્કની કામગીરીનો શુભારંભ થયો છે. પોરબંદર મહાનગરપાલિકાના વોર્ડ નં.3 માં વિકાસના કામોને વેગ આપતા મારૂતિ સુઝુકી શો-રૂમ, સુદામા પરોઠા હાઉસના અંદરના વિસ્તારમાં રોડમાં લેવલીંગ કરી મેટલવર્ક કામની શરૂઆત કરવામાં આવી હતી.આ રોડની ખરાબ હાલતને કારણે છેલ્લા ઘણા મહિનાઓથી સ્થાનિક લોકો હેરાન થતા હતા.હવે આ કામ શરૂ થતા રહેવાસીઓની મુશ્કેલીનો અંત આવશે. કોર્પોરેટરોના હસ્તે ખાતમુહૂર્ત આ પ્રસંગે વોર્ડના કોર્પોરેટર નિરવભાઈ દવે, કેતનભાઈ થાનકી, અરભમભાઈ ઓડેદરા અને ગોગનભાઈ કોડીયાતરે શ્રીફળ વધેરીને કામની શુભ શરૂઆત કરાવી હતી. આગેવાનો રહ્યા ઉપસ્થિત આ પ્રસંગે વોર્ડના ઈન્ચાર્જ ચેતનભાઈ જોષી, ભાજપ અગ્રણી સંદિપભાઈ સીસોદીયા, ધવલભાઈ દવે, દેવવ્રતભાઈ જોષી, લાખણશીભાઈ ગોરાણીયા, રામભાઈ કોડીયાતર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રહેવાસીઓએ માન્યો આભાર સ્થાનિક રહેવાસીઓએ લાંબા સમયથી પડતી હાલાકીનો અંત આવતા ખુશી વ્યક્ત કરી હતી.લોકોએ રોડનું કામ શરૂ કરવા બદલ મહાનગરપાલિકાના સભ્યો અને કોર્પોરેટરોનો આભાર માન્યો હતો.

રિલેટેડ ન્યૂઝ