દરિયાકાંઠે અને ક્રિક એરિયામાં કોઈ પણ માછીમારોએ કે અન્ય કોઈ વ્યક્તિએ જવું નહીં:અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પડ્યું જાહેરનામું
પોરબંદર જિલ્લામાં માછીમારી ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
પોરબંદર જિલ્લામાં માછીમારોને સમુદ્રમાં ગેરકાયદેસર રીતે જતા અટકાવવા મદદનીશ મત્સ્યોધોગ અધિક્ષક,પોરબંદરની દરખાસ્તથી પોરબંદર જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કમલ ચૌધરી દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023 ની કલમ-163 હેઠળ જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યુ છે. જાહેરનામા અનુસાર પોરબંદર જિલ્લાના સમગ્ર દરિયાકાંઠાથી કે ક્રિંક એરીયામાં કોઇપણ માછીમારોએ કે અન્ય કોઇ વ્યકિતઓએ તા.30/07/2026 ના સમય દરમ્યાન માછીમારી માટે અન્ય કોઇ હેતુસર સમુદ્રમાં કે ક્રિંક એરીયામાં જવું નહી અને કોઇપણ બોટની અવર-જવર કરવી નહી.પોર્ટ ઉપર આવતા વ્યાપારીક જહાજોને, લશ્કરી દળો, અર્ધ લશકરી દળો, પોલીસ દળો, ગુજરાત મેરીટાઇમ બોર્ડની બોટો, નોન મોટરાઇઝડ ક્રાફટ (લાકડાની બિન યાંત્રિક એક લકડી હોડી અને શઢવાળી હોળી) તથા પગડીયા માછીમારોને આ જાહેરનામાં માંથી મુક્તિ આપવામાં આવી છે.
આ જાહેરનામાનો ઉલ્લધંન કરનાર વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ-223 મુજબ સજાને પાત્ર થશે.
આ જાહેરનામાં અન્વયે પોરબંદર જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરના દરજજા પોલીસ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યકિતઓ વિરુધ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ-223 અન્વયે ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.
