સદભાવના સેવા મંડળ દ્વારાગૌસેવાના લાભાર્થે યોજાયેલી કથામાં મોટી સંખ્યામાં ભક્તોએ લીધો લાભ
પોરબંદરમાં સદભાવના સેવા મંડળ દ્વારા પવિત્ર પુરૂષોત્તમ માસ નિમિત્તે ગૌસેવાના લાભાર્થે ત્રિ-દિવસીય સંગીતમય શ્રી હનુમાન ચરિત્ર કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.જ.ગુ.રા.શ્રી બદ્રીનાથજી વનમાળીજીના મુખેથી કથામૃતનું રસપાન કરી ભક્તો ભક્તિભાવમાં તરબોળ બન્યા હતા. કથા દરમિયાન શ્રી હનુમાન ચાલીસાના પાઠ, શ્રી રામધુન અને મહાપ્રસાદીનો લાભ લઈ ભક્તોએ સીતારામના નામસ્મરણ સાથે ભક્તિમય વાતાવરણમાં કથાની પૂર્ણાહુતિ કરી હતી.
સદભાવના સેવા મંડળ, પોરબંદર દ્વારા શ્રીકૃષ્ણસખા સુદામાજીની પાવન ભૂમિ પર પવિત્ર પરષોત્તમ માસમાં ગૌસેવાના લાભાર્થે ત્રિ-દિવસીય સંગીતમય શ્રી હનુમાન ચરિત્ર કથાનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ પાવનકારી હનુમાન ચરિત્ર કથાના વ્યાસપીઠ પર જ.ગુ.રા.શ્રી બદ્રીનાથજી વનમાળીજીએ બિરાજી સંગીતમય કથામૃતનું રસપાન કરાવ્યું હતું.કથા દરમિયાન પોરબંદરના જાણીતા શિવકથાકાર શ્રી માધુરીબેન ગોસ્વામી, સ્વસ્તિક ગ્રુપ પોરબંદરના સ્થાપક વિનેશગીરી ગોસ્વામી,મયાગરગીરી ગોસાઈ, વોર્ડ નં-10 ના પૂર્વ કાઉન્સિલરસરોજબેન કક્કડ,ડો.સુરેશભાઈ ગાંધી, ઘનશ્યામભાઈ મહેતા, સેવાભાવી દિલીપભાઈ જોષી, ઇન્દુબેન કોટેચા, તરંગ ઓરકેસ્ટ્રાના નિમિષાબેન મોઢા તેમજ અન્ય પોરબંદરની સેવાભાવી સંસ્થાઓ તેમજ ધર્મપ્રેમી જનતાએ કથા શ્રવણ અને મહાપ્રસાદીનો લાભ લીધો હતો.કથા દરમિયાન શ્રી હનુમાન ચાલીસાના પાઠ, અને શ્રી રામધુનનો દિવ્ય લાભ લઇ સર્વે ભક્તો સીતારામના રંગમાં રંગાઈને કથાની પૂર્ણાહુતિ રંગે ચંગે આનંદ ઉલ્લાસ સાથે સમાપન કર્યું હતું.
