એમ.આર.પી. વિષયક કાયદો ઘડવા સરકાર જાગે; અખિલ ભારતીય ગ્રાહક પંચાયત પોરબંદર દ્વારા કેબીનેટમંત્રીને રૂબરૂ મળીને થઇ વિસ્તૃત રજૂઆત

એમ.આર.પી. વિષયક કાયદો ઘડવા સરકાર જાગે તે પ્રકારની અખિલ ભારતીય ગ્રાહક પંચાયત પોરબંદર દ્વારા કેબીનેટમંત્રીને રૂબરૂ મળીને વિસ્તૃત રજૂઆત કરવામાં આવી હતી.
અખિલ ભારતીય ગ્રાહક પંચાયત પોરબંદર દ્વારા હાલમાં પેકેટબંધ ચીજવસ્તુ ઉપર લખવી ફરજિયાત છે. આ એમ.આર.પી. કરતા વધુ કિંમત લેવી ગુનો બને છે પણ એમ.આર.પી. કરતા ઓછી કિંમત લઈ શકાય છે.
આ એમ.આર.પી. કેટલી હોવી જોઈએ તેની મર્યાદા તથા તેના નીતિ નિયમો અને કાયદો ઘડવા તથા તેના અસરકારક અમલ માટે તમામ પ્રકારની સત્તાઓ સહિતની ઓથોરિટીની રચના કરવા માટે પોરબંદરના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અર્જૂનભાઈ મોઢવાડિયા રૂબરૂ મળીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ.

રિલેટેડ ન્યૂઝ