શ્રી વડલાવાળી ખોડીયાર માતાજીના સેવકગણ, સમસ્ત આદિત્યાણા ગામના ઉપક્રમે આયોજન
પોરબંદર જિલ્લાનાકુતિયાણા તાલુકા ના આદિત્યાણા ગામે આવેલ શ્રી વડલાવાળી ખોડિયાર માતાજીના સેવકાગણ અને સમસ્ત આદિત્યાણા ગામ દ્વારા મહેર સમાજ આદિત્યાણા ખાતે સવંત 2082 પુરુષોતમ જેઠ વદ વદ 5 ને શુક્રવાર તા.05/06/ 2026 ના રોજ ભોગાત (દ્વારકા) ના કથાકાર જીવણ ભગતના વ્યાસાસને શ્રીમદ્ ભગવદ્ સપ્તાહ જ્ઞાન યજ્ઞનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
તા.05/06/26 ના પુરુષોતમ માસમાં પાંચમ ને શુક્રવારના શ્રી વડલાવાળી ખોડિયાર માતાજીના જય ઘોષના નારા સાથે શ્રીમદ ભગવદ્ સપ્તાહ જ્ઞાન યજ્ઞની પોથી યાત્રા બપોરના 2:30 વાગ્યે નીકળશે. જેમાં સમસ્ત આદિત્યાણા ગામ વાસીઓ હરખભેર જોડાઈ ઉમંગ અને ઉત્સાહભેર પોથીયાત્રામાં કળશ અને રાસ રમતા અને ભગવાનના ગુણગાન સાથે પોથીયાત્રા કથા સ્થળે પ્રયાણ કરશે અને ત્યાં કથાકાર જીવનભગત વ્યાસ પીઠ પર બિરાજી કથાનો પ્રારંભ કરશે.
વિક્રમ સંવંત 2082 ના જેઠ વદ પાંચમને શુક્રવાર તા. 05/06/2026(પ્રારંભ) થી જેઠ વદ અગિયારસ ને ગુરુવાર તા.11/06/ 2026 (પૂર્ણાહુતિ) સુધી કરવામાં આવેલ છે.
આ દિવ્ય ભાગવત કથા વકતા કથાકાર જીવણ ભોગાત (દ્વારકા વાળા) વ્યાસપીઠે બિરાજી ને સંગીતમય શૈલી માં કથા મહેર સમાજ ખાતે સમય દરરોજ સવારે બપોરે 3.00 થી 6.00 કથા રસપાન કરાવશે.
શ્રી વડલાવાળી ખોડિયાર માતાજી સેવકગણ તેમજ સમસ્ત આદિત્યાણા ગામ તરફથી સૌ સમાજને આ કથામાં સ્નાન અને પાન કરવા અને જીવનને શુદ્ધ કરવા આમંત્રણ પાઠવ્યું છે કથા શ્રવણ માટે માનવ જીવનમાં ગંગા સ્નાન, યમુનાપાન, સંતદર્શન તથા કથા શ્રવણ શ્રેષ્ઠ લાભ છે. કથા દરમિયાન દરરોજ રાત્રિ ભોજન (મહાપ્રસાદ ) શ્રી વડલાવાળી ખોડિયાર માતાજી સેવકગણ તેમજ સમસ્ત આદિત્યાણા ગામ તરફથી દ્વારા કરવામાં આવેલ છે.
શ્રીમદ ભાગવત કથામાં આવતા આ ધાર્મિક ઉત્સવના પ્રસંગોમાં રાજા પરિક્ષિત વેદ વ્યાસનો જન્મ,તા.06 ને શનિવાર, શ્રી ધ્રુવ ચરિત્ર – નૃસિંહ ચરિત્ર તા.07 ને રવિવાર,શ્રી વમન જન્મ અને શ્રી રામ જન્મ તેમજ શ્રી કૃષ્ણ જન્મોત્સવ (નંદમહોત્સવ) તા.08 સોમવાર, શ્રી ગોવર્ધન લીલા તા. તા.09/ 06/2026 મંગળવારે , શ્રી રૂક્ષ્મણી વિવાહ તા.10 ને બુધવારે અને તા.11 ને ગુરુવારના સુદામા ચરિત્ર કથા, પરિક્ષિત મોક્ષ, કથા વિરામ (પૂર્ણાહુતિ) થશે.ત્યારે આ ધાર્મિક કથા શ્રવણ ના લાભ લેવા સમસ્ત આદિત્યાણા ગામ પરિવાર તેમજ વડલાવાળી ખોડિયાર માતાજી સેવક ગણ દ્વારા નિમંત્રણ પાઠવેલ છે.
