સંયુક્ત ચેરીટી કમિશનરને થઈ લેખિત ફરિયાદ: ગુજરાત હાઇકોર્ટમાં પણ થશે રજૂઆત: નિમવામાં આવેલા સરકારી અધિકારીઓ ભેદભાવયુક્ત કાર્યવાહી કરતા હોવાનું જણાવતા ચકચાર જાગી
પોરબંદર ચેમ્બરમાં નવા મેમ્બર બનાવવા માટે આવેલા ફોર્મ ની સ્ક્રુટીની ની કામગીરીમાં બે સરકારી અધિકારીઓ ની નિમણૂક થઈ હતી તેમના દ્વારા રાજકીય દબાણ નીચે અથવા તો ભેદભાવયુક્ત કાર્યવાહી થતી હોવાના ગંભીર આક્ષેપ સાથે અરજદારે લેખિતમાં ફરિયાદ કરતા ચકચાર જાગી છે.
પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ ના વિવાદમાં એક અરજદાર જીગ્નેશ હિંમતલાલ કારિયા એ કરેલી આક્ષેપ સાથેની ફરિયાદમાં જણાવ્યું છે કેગુજરાત હાઈકોર્ટ તથા ચેરીટી કમીશ્નર રાજકોટ ના હુકમ અન્વયે ચેરીટી કમીશ્નર કચેરી ના બે અધિકારીઓ ગળચર તથા ડોબરીયા ની નીમણુક કરેલ છે અને તેઓએ તા 06/06/2026 ના રોજ અમારી તથા નલીનભાઈ કાનાણી ની હાજરીમાં નવા મેમ્બર ના આવેલા ફોર્મ સબંધે સ્ક્રુટીની ની કાર્યવાહી કરેલી હતી. પંરંતુ બંને સરકારી કર્મચારીઓ ચેમ્બર ઓફ કોર્મસ અને ઈન્ડસ્ટીઝ ના બંધારણ ની કલમ 6(1) તથા 6(2) મુજબ કાર્યવાહી કરતા ન હોય અને ખરેખર નવા મેમ્બર બનાવ માગતા વ્યકિતએ માત્ર અરજી કરવાની હોય છે.અને તેરીતે કુલ 414 અરજીઓ આવેલી છે.અને તમામ અરજી ઓ ની સ્ક્રુટીની કરવાના બદલે નલીનભાઈ કાનાણીએ મનસ્વી રીતે અને ગેરકાયદેરસ રીતે પોતાના મળતીયાઓ ના ફોર્મ ભરી અને ચેકો મેળવી કાર્યવાહી કરેલી હોય અને આવી તમામ કાર્યવાહી ખોટી હોવાનુ સ્પષ્ટ ફલીત થતુ હોય અને તે સબંધે વાધા લેતા હોવા છતા ખોટી રીતે નલીનભાઈ કાાનાણીની ફેવર કરતા હોવાનુ સ્પષ્ટ ફલીત થતુ હતુ તેથી અમોએ તા 06/06/2026 નારોજ વીગતવાર ની વાંધા અરજીઆપેલી હતી.
અમારી વાંધા અરજી ઉપરાંત આ અન્વય અલગ અલગ વ્યાકતઓ ઘ્વારા પણ વાંધા અરજીઓ આપેલી હોય અને તે રીતે આ વાંધા અરજી ઓ નો નીકાલ ન થાય ત્યા સુધીકોઈ આગળની કાર્યવાહી કરી શકાય નહીં તેરીતે જયા સુધી આ વાંધા અરજી ઓ નો પ્રોપર અને લીગલ નીકાલ ન થાય ત્યા સુધી હવે આગળની સ્કુટીની કરવાનો કોઈ મતલબ રહેતો નથી. અને તેરીતે હાલ નવા મેમ્બરોની સ્કૂટીની કામગીરી મુલત્વી રાખવાના પુરતા અને વ્યાજબી કારણો છે.
એટલુ જ નહી આ સ્ક્રુટીની કાર્યવાહી ની વીડિયોગ્રાફી થતી ન હોય અને કોઈ ત્રાહિત વ્યકિતની સુચના મુજબ કામ કરતા હોવાનુ સ્પષ્ટ ફલીત થયેલુ હતુ નીક્ષપત્તા થી ન્યાયીક કાર્યવાહી કરવાને બદલે કોઈ અન્ય ની સુચના મુજબ કાર્યવાહી થતી હોવાનુ સ્પષ્ટ ફલીત થતુ હત. અને તમામ કાર્યવાહી રેકર્ડ આધારીત જ ગેરકાયદેસરની હોય અને નલીનભાઈ કાનાણીએ પોરબંદર ની પી સી સી બેંક માં નવુ ખાતુ પણ ખોલાવેલ હોય પરંતુ આવા કોઈ ચેકો ખાતામાં જમા થયેલ ન હોય અને તેરીતે તા 15/05/2026 સુધીમાં એક પણ અરજી કરનાર ના પૈસા ચેમ્બર ઓફ કોમર્સને મળેલ નથી અને બંધારણ ની કલમ 6(1) અને 6(2) ની જોગવાઈ મુજબ ફોર્મ સાથે રૂપીયા એક હજાર જમા કારાવવા ફરીજીયાત છે તેથી તા 15/05/2026 સુધીમાં અરજી કરનાર 414 પૈકી કોઈ પણ વ્યકિત ના રૂપિયા એક હજાર ચેમ્બર ઓફ કોર્મસ ના ખાતામાં જમા થયેલ નથી તેથી ખરેખર કોઈ પણ ફોર્મ મંજુર કરી શકાય નહી છતા પણ કરવાના થતા હોય તો તમામ 414 ફોર્મ મંજુર કરવા જોઈએ કારણકે કોઈની પણ રકમ જમા થયેલ નથી તેરીતે ખરેખર બંને સરકારી અધિકારીઓ ખોટી રીતે સ્ક્રુટીની કરતા હોય અને તેરીતે આકાર્યવહી અટકાવી દેવાના પુરતા અને વ્યાજબી કારણો છે અને જયા સુધી વાંધા અરજી નો નીકાલ ન આવે ન અને ચાલી રહેલી કાર્યવાહી નો વીડીયોગ્રાફી કરવામા ન આવે ત્યાં સુધી ફોર્મસ સ્ક્રુટીની ની કાર્યવાહી મુલત્વી રાખવા યોગ્ય નીર્ણય લેવા વીનંતી છે
આ સબંધે થઈ રહેલી ગેરરીતી સબંધે અન્વયે ગુજરાત હાઈકોર્ટ નું ધ્યાન દોરવુ જરૂરી હોય તેથી અમો ગુજરાત હાઈકોર્ટમાં આ સબંધે કાર્યવાહી કરવા માંગતા હોય અને અમોને થઈ રહેલા અન્યાય સબંધે રજુઆત કરવા માંગતા હોય તેથી પણ કાર્યવાહી મુલતવી રાખવા વીનંતી છેઆમ છતા કામગીરી ચાલુ રાખવામાં આવશે તો તે અમોને માન્ય નથી અમોને તે કાર્યવાહી બંધનકારક નથી અને અમારી કોઈ સંમતી નથી આક્ષેપ સાથેની ફરિયાદમાં જણાવ્યું છે
