પોરબંદરમાં પુરક પરીક્ષા કેન્દ્ર આસપાસ ઝેરોક્ષ મશીન ઉપર મુકવામાં આવ્યો પ્રતિબંધ

વહીવટી તંત્ર દ્વારા જાહેરનામું પડ્યું બહાર: પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તેવા હેતુ સાથે લેવાયો નિર્ણય

પોરબંદરમાં બોર્ડની પૂરક પરીક્ષાઓ અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર ધો-10 (એસ.એસ.સી.),ધો-12 (એચ.એસ.સી.) સામાન્ય પ્રવાહ તથા ધો-12 (એચ.એસ.સી.) વિજ્ઞાન પ્રવાહની પુરક પરીક્ષાઓ યોજાનાર છે. જે પરીક્ષાઓ ચોરીઓના દુષણ વગર શાંત અને એખલાસ ભર્યા વાતાવરણમાં યોજાય તેમજ જાહેર સુલેહ શાંતિ જળવાઇ રહે તે હેતુથી પોરબંદર જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રેખાબા સરવૈયા દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-1951 ની કલમ-37(1)(એફ) મુજબ જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યુ છે.પોરબંદર જિલ્લા ખાતેના પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષાની નિર્ધારીત તારીખો અને સમય દરમ્યાન પરીક્ષા કેન્દ્રોની આસપાસના 200 મીટરના વિસ્તારની ઝેરોક્ષ મશીન દ્રારા કોપીઓ કરવાનો વ્યવસાય કરતા ધંધાર્થીઓ/ મશીનધારકોએ તેમના ઝેરોક્ષ મશીન ચાલુ રાખવા નહી તેમજ પરીક્ષા કેન્દ્રોના પરિસરમાં કે પરીક્ષા ખંડોમાં ગેરરીતી / ચોરીઓના દુષણો ન થાય તે હેતુથી મોબાઇલ, કેલ્કયુલેટર, ડીઝીટલ વોચ, કોઇપણ પ્રકારના ઇલેકટ્રીકલ, મીકેનીકલ, ઇલેકટ્રોનિક ઉપકરણો તેમજ ગેરરીતી આચરવા કોમ્યુનીકેશન થઇ શકે એવા કોઇ પણ પ્રકારના સાધનો / ઉપકરણો લઇ જવા ઉપર મનાઇ ફરમાવવામાં આવી છે.આ હુકમનું ઉલ્લંધન કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ-1951 ની કલમ-135 અન્વયે સજા થઇ શકશે. આ જાહેરનામા અન્વયે હેડ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરના દરજજાના પોરબંદર જિલ્લાના પોલીસ અધિકારીશ્રીઓને જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે. આ હુકમમાં જેને મુકિત આપવામાં આવી હોય તેવા ફરજ પરના અધિકારી/કર્મચારીઓને લાગુ પડશે નહી. તેમજ પરીક્ષા જે દિવસે ન હોય તે સમયગાળા દરમ્યાન લાગુ પડશે નહી.

રિલેટેડ ન્યૂઝ