પોરબંદર નજીક દરિયા કિનારે રાબેતા મુજબ ચરસના બે પેકેટ મળ્યા!!

રૂપિયા 5,58,000નો બે કિલો 232 ગ્રામ મુદ્દામાલ થયો કબજે સમુદ્રમાંથી અવારનવાર મળી આવે છે શીલપેક નશીલો પદાર્થ
પોરબંદર નજીકના દરિયા કિનારેથી વધુ એક વખત ચરસના બે પેકેટ મળી આવ્યા છે 5,58,000 નો મુદ્દામાલ કબજે કરીને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
પોરબંદર જિલ્લાના પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા એ એસ.ઓ.જી. નાપોલીસ ઇન્સપેક્ટર એમ. એન. જાડેજા ને સૂચના આપેલ કે, દેશના દુશ્મનો દ્વારા ભારત દેશને આંતરિક રીતે ખોખલો કરવાની મનેચ્છાઓ અનુસાર ભારત દેશમાં ડ્રગ્સ ઘુસાડવાના પ્રયત્નોને ભારતની સુરક્ષા એજન્સીઓની સતર્કતાના લીધે તેઓ તેમની મનેચ્છા પરિપૂર્ણ નહીં કરી શકતા હોવાના કારણે ડ્રગ્સના જથ્થાને દરિયામાં જ ફેંકી દેવો પડતો હોય અને આ દરિયામાં ફેંકેલ ડ્રગ્સનો જથ્થો દરિયાના પ્રવાહમાં તણાઈને કિનારે આવતો હોય છે.
ભૂતકાળમાં પોરબંદર જિલ્લાના દરિયા કાંઠા વિસ્તારમાં મળી આવેલ હોય જે અનુસંધાને તકેદારીના ભાગરૂપે હાર્બર મરીન પોલીસ સ્ટેશનના દરિયા કિનારા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પો. હેડ કોન્સ. ભરતસિંહ ગોહિલ તથા ભિમાભાઈ ઓદેદરા તથા પો. કોન્સ. દિલીપભાઈ મોઢવાડીયા ને ઓદેદર ગામના સ્મશાનથી
રંગબાઈ મંદિરના વચ્ચેના ભાગે દાદીમાના દેશીભાણું નામની હોટલના પાછળ દરિયા કિનારે પાણીની લહેર પૂરી થાય તે જગ્યાએથી મારીજુઆના હશીશ (ચરસ) ના પેકેટો નંગ-2 જેનું કુલ વજન 2 કિલો 232 ગ્રામ કિ.રૂ. 5,58,000/- નો મારીજુઆના/હશીશનો જથ્થો મળી આવતા હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજી કરાવેલ છે. કામગીરી કરનાર અધિકારીકર્મચારીઓ પોલીસ ઇન્સપેક્ટર એમ. એન. જાડેજા, એ.એસ.આઈ. મહેબુબખાન બેલીમ, દિપકભાઈ ડાકી, રવીભાઈ ચાવડા, પો.હેડ.કોન્સ. ભરતસિંહ ગોહિલ, મોહિતભાઈ ગોરાણીયા, હરદાસભાઈ ગરચર, ભીમાભાઈ ઓદેદરા, અરજનભાઈ ઓદેદરા, પો.કોન્સ. દિલીપભાઈ મોઢવાડીયા, સરમણભાઈ ખૂંટી, ડ્રા.પો.હેડ.કોન્સ. ચંદ્રસિંહ જાડેજા એસ.ઓ.જી. પોરબંદરનાઓ રોકાયેલ હતા.

રિલેટેડ ન્યૂઝ