શ્રી જલારામ મિત્ર મંડળ દ્વારા અધિકમાસ નિમિત્તે વિવિધ બેઠકજીની દર્શનયાત્રાનું થયુ વિનામૂલ્યે આયોજન
પોરબંદરથી રઘુવંશી સમાજના 111 યાત્રાળુઓને બેઠકજીની યાત્રાએ લઇ જવાયા હતા.
શ્રી જલારામ મિત્ર મંડળ પોરબંદર દ્વારા પાવન પુરૂષોત્તમ માસ (અઘિક) માસ નિમિત્તે પોરબંદર વિસ્તારમાં રહેતા રઘુવંશી સમાજના 111 યાત્રાળુ વડીલો માટે બેઠકજી દર્શન યાત્રાનું નિ:શુલ્ક આયોજન આજે કરવામાં આવ્યું હતુ. યાત્રા ને વિદાય આપવા જ્ઞાતિ અગ્રણી હરીશભાઈ પોપટ, હિતેશભાઈ ઉનડકટ, અશોક ભાઈ કોટેચા, યોગેશભાઈ પોપટ તેમજ દાતા પ્રફુલ્લા બેન રાયચુરા, વિજયભાઈ લાખાણી, હિતેશ ભાઈ ઠકરાર તેમજ સંસ્થા પ્રમુખ અરવિંદ ભાઈ રાજા, રાકેશ ભાઈ મોનાણી, મુકેશભાઈ કક્કડ, યોગેશ ભાઈ બુધ્ધ દેવ, યાત્રાળુઓની સેવા માટે પ્રવાસ માં સાથે જોડાયેલા આ તકે તમામ દાતા તેમજ ઉપસ્થિત અગ્રણીનો સંસ્થા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો. તેમ શ્રી જલારામ મિત્ર મંડળ પોરબંદરના રાકેશ મોનાણીએ જણાવ્યુ હતુ.
