પ્રાકૃતિક ખેતી અને નર્સરી ધરાવતા ખેડૂત આજે મોંઘામાં મોંઘી કેરી પોરબંદર માર્કેટિંગ યાર્ડમાંમાં વેચવા માટે આવશે: એક કેરી 3 કિલોની, ભાવ 1.5થી 3 લાખ પ્રતિ કિલો!
દુનિયાની સૌથી મોટી ’નૂરજહાં’ અને સૌથી મોંઘી ’મિયાઝાકી’ કેરીની પોરબંદરમાં જાહેર હરરાજી રાખવામાં આવી છે.
ચોરવાડ-જૂનાગઢના જાણીતા પ્રાકૃતિક ખેતી અને નર્સરી ધરાવતા ખેડૂત વી.એમ. વાજા દ્વારા દુનિયાની સૌથી મોટી કેરી ગણાતી ’નૂરજહાં’ અને દુનિયાની સૌથી મોંઘી કેરી ’મિયાઝાકી’ની પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે આવતીકાલે 11.6 ને સવારે 10 વાગ્યે જાહેર હરાજી રાખવામાં આવી છે.
વી.એમ. વાજાએ જણાવ્યું હતું કે, નૂરજહાં કેરીનું વજન આશરે 3 કિલો જેટલું થાય છે અને તે દુનિયાની સૌથી મોટી કેરીઓમાંની એક છે. જ્યારે જાપાનની મૂળ મિયાઝાકી કેરી દુનિયાની સૌથી મોંઘી કેરી ગણાય છે, જેનો બજાર ભાવ 1.5 લાખથી 3 લાખ રૂપિયા પ્રતિ કિલો સુધીનો હોય છે. હરાજીમાં નૂરજહાં જાતની 2 કેરી અને મિયાઝાકી જાતની 3 કેરી વેચાણ માટે મુકવામાં આવશે. વી.એમ. વાજાના કહેવા મુજબ, આ બંને જાતની કેરી દુનિયાની અજાયબી સમાન છે અને હાલ બજારમાં તેની ખૂબ જ માંગ છે. કેરી પ્રેમીઓ અને વેપારીઓ માટે આ હરાજી એક અનેરો અવસર બની રહેશે.
પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં પ્રથમ વખત આટલી મોંઘી અને વિશાળ કદની કેરીની હરાજી થઈ રહી હોવાથી વેપારીઓ અને નાગરિકોમાં ભારે કુતૂહલ જોવા મળી રહ્યું છે.
