વસ્તી ગણતરીના કામમાં રોકાયેલા શિક્ષકોને ઓન ડયુટી ગણો

પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા રાજ્ય સરકારને પાઠવાયુ આવેદન:વહેલી તકે નિર્ણય લેવા થઇ માંગ

વસ્તી ગણતરીના કામમાં રોકાયેલા શિક્ષકોને ઓન ડયુટી ગણો તેમ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા રાજ્ય સરકારને આવેદન પાઠવાયુ છે અને વહેલી તકે નિર્ણય લેવા માંગ થઇ છે.
પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાતના અધ્યક્ષ અનિરૂધ્ધસિંહ પી. સોલંકી અને મહામંત્રી પરેશ પટેલે વસ્તી ગણતરી કાર્યાલયના નિયામકને પત્ર પાઠવી જણાવ્યુ છે કે આપની રજુઆત છેકે ભારત સરકારના જનગણના કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ વિભાગના શિક્ષકો તથા એચ. ટાટ. મુખ્ય શિક્ષકો દ્વારા તા. 1-7-2026થી ફિલ્ડમાં જઇ વસ્તી ગણતરીની કામગીરીનો પ્રારંભ કરવામાં આવેલ છે.
જનગણના અધિનિયમ, 1948ની કલમ-15(એ) અનુસાર વસ્તી ગણતરીની કામગીરી માટે નિયુકત કરવામાં આવેલ કર્મચારીઓ દ્વારા આ કામગીરી માટે આપવામાં આવેલ સમયગાળો તેમજ નિયમિત સરકારી ફરજ (ઓન ડયુટી) તરીકે ગણાવનો સ્પષ્ટ પ્રાવધાન કરવામાં આવેલ છે.
આ ઉપરાંત, વર્તમાન સમયમાં રાજ્યમાં પડી રહેલી 40 થી 45 ડીગ્રી ગરમી, તાપમાન તથા બફારાને ધ્યાનમાં લેતા સવારના સમયે વસ્તી ગણતરીની કામગીરી કરવી વધુ અનુકૂળ અને જરૂરી બને છે. તેમ છતાં કેટલાક સ્થળોએ સબંધિત કર્મચારીઓને શાળાના સમય દરમ્યાન વસ્તી ગણતરીની કામગીરી માટે જરૂરી સહકાર મળતો નથી. જેના કારણે કામગીરીના અસરકારક અમલીકરણમાં મુશ્કેલીઓ સર્જાઇ રહી છે.પ્રાથમિક શિક્ષણ વિભાગમાં આશરે 65 ટકા જેટલી મહિલા શિક્ષિકાઓ તથા એચ. ટાટ. મુખ્ય શિક્ષિકાઓ ફરજ બજાવી રહી છે. વસ્તી ગણતરીની કામગીરી માટે તેમને ફિલ્ડમાં જવુ પડતુ હોય છે. જેના કારણે ઘરગથ્થુ જવાબદારીઓ, બાળકોની સંભાળ, અવરજવર તેમજ અન્ય વ્યવહારિક સમસ્યાઓનો સામનો કરવો પડે છ. આવા સંજોગોમાં વસ્તી ગણતરીની કામગીરીને કાયદાકીય જોગવાઇ મુજબ ઓન ડયુટી ગણવામાં આવે અને તે અંગેની સ્પષ્ટ સૂચનાઓ તાત્કાલિક ધોરણે તમામ જિલ્લા મુખ્ય વસ્તી ગણતરી અધિકારીઓ, જિલ્લા કલેકટરો, તાલુકા કક્ષાની કચેરીઓ તથા અન્ય સબંધિત સત્તાધિકારીઓને પાઠવામાં આવેતે અત્યંત જરૂરી છે.
જનગણના કાર્ય એ રાષ્ટ્રીય મહત્વની કામગીરી હોવાથી તેમાં રોકાયેલા શિક્ષકો તથા એચ.ટાટ મુખ્ય શિક્ષકોને કોઇપણ પ્રકારનીવહીવટી અવરોધ કે ગેરસમજનો સામનો કરવો ન પડે તે માટે રાજ્યકક્ષાએથી સ્પષ્ટ અને તાત્કાલિક સૂચનાઓ આપવામાં આવે તે જરૂરી છે. આથી આપને અપીલ છેકે વસ્તી ગણતરીની કામગીરીમાં રોકાયેલા શિક્ષકો તથા એચટાટ મુખ્ય શિક્ષકોને જનગણના અધિનિયમ, 1948ની જોગવાઇઓ અનુસાર ઓન ડયુટી ગણવા બાતેરાજ્યની તમામ જિલ્લા મખ્ય વસ્તી ગણતરી કચેરીઓ, જિલ્લા કલેટકર કચેરીઓ, તાલુકાકક્ષાની કચેરીઓ તથા અન્ય સબંધિત સત્તાધીકારીઓને તાત્કાલિક અસરથી સ્પષ્ટ સુચનાઓપાઠવવા તેમજ જરૂરી પરિપત્ર પ્રસિધ્ધ કરવા કાર્યવાહી કરવામાં આવે.
આ બાબતની ગંભીરતા તથા તાકીદને ધ્યાને લઇ સૂચનાઓ એન પરિપત્ર ત્વરિત પ્રસિધ્ધ કરવામાં આવે તેવી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની અપીલ છે.

રિલેટેડ ન્યૂઝ