પોરબંદરની કોર્ટમાં ખોટો પુરાવો રજૂ કરનાર જામીન સામે નોનકોગ્નીઝેબલ ગુન્હો થયો દાખલ

કેરાળા રહેતા ઇસમે જમીનના સહમાલિક હોવાની સોગંદ પર જાહેર કરેલી વિગતોનો પુરાવો ખોટો હોવાનું થયુ જાહેર

પોરબંદરની કોર્ટમાં ખોટો પુરાવો રજૂ કરનાર જામીન સામે નોનકોગ્નીઝેબલ ગુન્હો દાખલ થયો છે.
પોરબંદરના રોકડીયા હનુમાન રોડ પર ગાંધીપાર્ક સોસાયટીમાં રહેતા સુરેશકુમાર ભુગડોમલ ઠાકવાણી દ્વારા કમલાબાગ પોલીસ મથકમાં નોનકોગ્નીઝેબલ ગુન્હો કેરાળાના નેભા સાજણ બાપોદરા સામે દાખલ કરવામાં આવ્યો છે જેમાં જણાવાયુ છે કે નેભા સાજણ બાપોદરાએ તા. 2-1-2024ના પોરબંદરની ચીફ કોર્ટમાં સુભાષનગરના આનંદ હોલ પાસે રહેતા સાગર દિનેશ ચામડીયાના જામીન રહ્યા હતા જેમાં નેભા બાપોદરાએ પોતાની મિલ્કત સબંધે રાણાવાવ તાલુકાના કેરાળા ખાતે જુની શરતની ખેતીલાયક જમીનના ગામ નમુના નંબર 7-12 કોર્ટ સમક્ષ રજૂ કરીને પોતે એ જમીનના સહમાલિક હોવાનું સોગંદ ઉપર જાહેર કર્યુ હતુ.
નેભા બાપોદરાએ ન્યાયીક કાર્યવાહીમાં જાણી
જોઇને ખોટો પુરાવો રજૂ કરી જે પુરાવો ખોટો હોવા છતાં તેનો સાચા તરીકે ઉપયોગ કરી ગુન્હો કરતા નેભા સામે સુરેશકુમારે નોનકોગ્નીઝેબલ ફરિયાદ દાખલ
કરાવી છે.

રિલેટેડ ન્યૂઝ