જામજોધપુરના શેઠ વડાળા ગામના ઇસમને પકડી પાડયા બાદ માલ આપનાર શખ્સના મોબાઇલ નંબર પોલીસને અપાયા: જિલ્લામાં હજારો રૂપિયાનો દેશી દારૂ પણ મળી આવ્યો
રોધડા નજીક 605 બોટલ શરાબ ભરેલી ઇકો કાર ઝડપાઇ છે.જામજોધપુરના શેઠ વડાળા ગામના ઇસમને પકડી પાડયા બાદ માલ આપનાર શખ્શના મોબાઇલ નંબર પોલીસને અપાયા હતા. ઉપરાંત જિલ્લામાં હજારો રૂપિયાનો દેશી દારૂ પણ મળી આવ્યો હતો.
રોધડા નજીક એલ.સી.બી.નો દરોડો
જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા (આઇ.પી.એસ.) તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા વખતોવખત પોરબંદર જિલ્લામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા આપેલ સૂચના અનુસંધને એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર એચ.એમ. જાડેજાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એ.એસ.આઇ. ઉદયભાઇ વરૂ તથા હેડ કોન્સ્ટેબલ હીમાંશુભાઇ મકકા તથા પોલીસ કોન્સ્ટેબલ નટવરભાઇ ઓડેદરાને મળલ ખાનગી હકીકતના આધારે રાજકોટ પોરબંદર નેશનલ હાઇવે રોડ રોધડા ગામના પાટીયા પાસે રોડ ઉપરથી આરોપી આરીફ હનીફભાઇ નોતીયાર ઉ.વ. 26, રહે. શેઠ વડાળા ગામ રાજગોર ફળિયુ, જામજોધપુરવાળના કબ્જા હવાલાવાળી સફેદ કલરની મારૂતી ઇકો કાર કિ. રૂા.2,00,000માં ગેરકાયદેસર વગર પાસ પરમીટે ભારતીય બનાવટના વિદેશી દારૂની રોયલ સ્ટેગ ડીલક્સ વ્હીસ્કી બ્રાન્ડની કાચની કંપની શીલપેક 180 એમ.એલ. ભરેલ ફોર સેલ ઇન મહારાષ્ટ્ર સ્ટેટ ઓનલ્ીના માર્કાની બોટલો નંગ 605, કિ. રૂા.1,02,850 તથા વાદળી કલરનો ટેકનો કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ 1 કિ.રૂા. 5000 મળી કુલ રૂા. 3,07,850ના મુદ્ામાલ સાથે ઉપરોકત આરોપીને પકડી પાડી સદરહુ દારૂનો જથ્થો આરોપીના ઘારક પાસેથી વેચાતો લઇ આવતા બન્ને આરોપીઓ વિરૂધ્ધ કુતિયાણા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનની કલમ મુજબનો ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ છે.
આ કામગીરીમાં એલ.સી.બી.ના ઇન્ચાર્જ પી.આઇ. એચ.એમ. જાડેજા, એ.એસ.આઇ. રાજેન્દ્રભાઇ જોષી, ઉદયભાઇ વરૂ, રણજીતસિંહ દયાતર,ગોવિંદભાઇ મકવાણા, મુકેશભાઇ માવદીયા, હેડ કોન્સ્ટેબલ સલીમભાઇ પઠાણ, ઉપેન્દ્રસિંહ જાડેજા, હિમાંશુભાઇ મકકા, કુલદીપસિંહ જાડેજા, લક્ષ્મણભાઇ ઓડેદરા, જીતુભાઇ દાસા, વીરેન્દ્રસિંહ પરમાર, કોન્સ્ટેબલ નટવરભાઇ ઓડેદરા, અજયભાઇ ચૌહાણ, રોહિતભાઇ વસાવા રોકાયા હતા.
દેશી દારૂના દરોડા
રાણાવડવાળાના કેશુ કારા ઓડેદરાની ગેરહાજરીમાં તેના મકાનમાંથી 2000 રૂા.નો દારૂ કબ્જે થયો છે. માધવપુરના બાલુ લખુ પરમારને પશુ દવાખાનાની બાજુમાંથી 800 રૂા.ના દારૂ સાથે પકડી લેવાયો છે.છાયાના જુના વણકરવાસમાં રહેતી ગીતા દીપક શીંગરખીયાની ગેરહાજરીમાં 600 રૂા. નો દારૂ મળ્યો હતો. પોરબંદરના નરસંગ ટેકરીના આંબેડકર નગરમાં રહેતા બાબુ મેપા ચાંડપાને નજીકના સર્વિસ રોડ પરથી 800 રૂા.ના દારૂ સાથે પકડી લીધો હતો. ગાયત્રીમંદિર સામે ખાડી કાંઠે રહેતી રેખા મહેશ વડાણીયા પાસેથી 1200 રૂા.નો દારૂ મળતા તેને સવારે પોલીસમથકે હાજર થવા જણાવાયુ હતુ. માધવપુરના પરબત સવા પરમારને રાહીતળ વિસ્તારમાથી 1000 રૂા.ના દારૂ સાથે પકડી લીધો હતો. મંડેર ગામના બસસ્ટેશન પાસે રહેતા મનસુખ મુળુ વાસણને 1600 રૂા.ના દારૂ સાથે પકડી લેવામાં આવ્યો છે.મંડેરના રામ પરબત ખેરને 1200 રૂા.ના દારૂ સાથે પકડી લીધો હતો. મંડેરના અરવિંદ ભીખન વાસણને 1000 રૂા.ના દારૂ સાથે પકડી લેવામાં આવ્યો છે. પાતા ગામે રામાપીરના મંદિર પાસે રહેતા પાર્થ ઉફે પારસ જીવા મોઢાને 3200 રૂા.ના દારૂ સાથે પકડી લીધા બાદ પૂછપરછ કરતા આ દારૂનો જથ્થો તેને માંગરોળના સાંઢા ગામના અમુ સોલંકીએ પૂરો પાડયાની કબુલાત કરતા પોલીસે તેની સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે. તુંબડામાં રહેતા ભરત નથુ બારૈયાને 200 રૂા.ના દારૂ સાથે પકડી લીધો હતો.
ટ્રાફિક નિયમ ભંગ
બદલ ત્રણ ઝડપાયા
છાયાના મારૂતિનગરની રૂપલધામ સોસાયટી ખાતે રહેતા મુળ ભાવપરાના લખુ ગીગા ગોઢાણીયાને નશાની હાલતમાં બાઇક ચલાવતા છાયા એ.સી.સી. કવાર્ટર સામેથી પકડી લીધો હતો. બોખીરા તુંબડાના મેરખી ઉર્ફે મનીષ ભીમા ભોગેસરાને બોખીરાની ક્ધયાશાળા સામેથી નશાની હાલતમાં બાઇક ચલાવતા પકડી લીધો હતો. તે ઉપરાંત ખાપટમાં ખડી માટીના કારખાના સામે રહેતા સાગર એભા વાઘેલાને આશાપુરા ચોકમાં અકસ્માત થાય તે રીતે રીક્ષા પાર્ક કરતા પકડી લેવાયો હતો.
