પોરબંદરમાં જિલ્લા પંચાયતની બેઠક પ્રમાણે જનકલ્યાણ શિબીરોનું આયોજન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વના 12 વર્ષ પુર્ણ થતા યોજાશે કાર્યક્રમો: વિશાળ સંખ્યામાં ગ્રામજનોને જોડાવા થઈ અપીલ

પોરબંદર જિલ્લા પંચાયતની સીટ પ્રમાણે જનકલ્યાણ શિબીર યોજાશે.
પોરબંદર જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘પ્રધાન સેવક’ તરીકે 12 વર્ષ પુર્ણ થવાના અવસરે તા.12 જુનથી 20 જુન સુધી પોરબંદર જિલ્લા પંચાયતની બેઠકો પ્રમાણે જન કલ્યાણ શિબિરોનુ આયોજન કરવામાં આવ્યુ છે.જેમાં 12 જુનના રોજ સવારે 10 વાગ્યેથી સાંજે 5 વાગ્યા સુધી પોરબંદર જિલ્લા પંચાયતની ફટાણા બેઠક પર બગવદર ગ્રામ પંચાયત ખાતે, માધવપુર બેઠક પર માધવપુર ગ્રામ પંચાયત ખાતે અને ઓડદર બેઠક પર રાતીયા મેર સમાજ ખાતે તેમજ કુતિયાણાની ચૌટા જિલ્લા પંચાયત પર ગોકરણ પ્રાથમીક શાળા ખાતે જન કલ્યાણ શિબિરોનુ આયોજન કરવામાં આવ્યુ છે જેમાં સંબંધિક જિલ્લા પંચાયત બેઠકના ગ્રામજનો લાભ મેળવી શકશે.
આ જન કલ્યાણ શિબિરોમાં લાભાર્થીઓ આયુષ્માન ભારત યોજના, આયુષ્માન વયવંદના યોજના, નમોશ્રી યોજના, પી.એમ.જે.એ.વાય.મા (અરજી), પી.એમ. સૂર્યઘર યોજના, લખપતીદીદી યોજના, વી.બી.જી. રામ જી યોજના, પી.એમ. સ્વનિધિ યોજના, ફ્રી શીપ કાર્ડ શાળા કોલેજ પ્રવેશ દરમ્યાન, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, નિરાધાર વૃદ્ધ અને દિવ્યાંગોને આર્થિક સહાય યોજના(રાજ્ય સરકારની યોજના), રાષ્ટ્રીય કુંટુંબ સહાય યોજના (અરજી સ્વીકારવી), ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના, મુખ્યમંત્રી લક્ષ્મી યોજના અને સરસ્વતી યોજનાનો સ્થળ પર જ લાભ મેળવી શકશે.

રિલેટેડ ન્યૂઝ