પોરબંદરની જનરલ નર્સિંગ સ્કુલ ખાતે કાયદાકીય જાગૃતિ સેમીનાર યોજાયો

મહિલા અને બાળ અધિકારીની કચેરીના ઉપક્રમે થયું આયોજન: કાર્યસ્થળ પર મહિલાઓની જાતીય સતામણી અટકાવવા અપાયું મહત્વનું માર્ગદર્શન

પોરબંદરની જનરલ નર્સિંગ સ્કુલ ખાતે કાયદાકીય જાગૃતિ સેમીનાર યોજવામાં આવ્યો હતો.
મહિલા અને બાળ અધિકારીની કચેરી, પોરબંદરના ઉપક્રમે પોરબંદર સ્થિત જનરલ નર્સિંગ શાળામાં‘કાર્યસ્થળ પર મહિલાઓની જાતીય સતામણી (અટકાયત, પ્રતિબંધ અને નિવારણ) અધિનિયમ-2013’વિષયક કાયદાકીય માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ નર્સિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલી તાલીમાર્થી બહેનોને તેમના કાર્યસ્થળે ઉપલબ્ધ કાયદાકીય અધિકારો અને સુરક્ષા અંગે માહિતગાર તથા સજ્જ કરવાનો હતો.કાર્યક્રમ દરમિયાન જાતીય સતામણી સામે જાગૃતિ લાવવા માટે‘પ્રતિકાર’ફિલ્મનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું.સેમીનારમાં જિલ્લામાં મહિલા સુરક્ષા અને સશક્તિકરણ માટે કાર્યરત વિવિધ સંસ્થાઓ અને યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જેમાં‘સંકલ્પ’ જિલ્લા મહિલા સશક્તિકરણ કેન્દ્ર, ‘સખી’ એકમાત્ર સહાય કેન્દ્ર, પોલીસ મથક આધારિત સહાય કેન્દ્રતેમજ181 અભયમ મહિલા હેલ્પલાઈનની કામગીરી અને જરૂરિયાતના સમયે સહાય મેળવવાની પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.ત્યારબાદ કાયદા નિષ્ણાત દ્વારા તાલીમાર્થીઓને કાયદાકીય પ્રક્રિયાઓ તથા જરૂરી સાવચેતીના પગલાં અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં દહેજ પ્રતિબંધક સહ-રક્ષણ અધિકારી પી.પી. જાદવ દ્વારા ઉપસ્થિત વિદ્યાર્થીનીઓને કાર્યસ્થળ પર મહિલાઓની જાતીય સતામણી નિવારણ અધિનિયમ-2013ની વિવિધ જોગવાઈઓ, ફરિયાદ નિવારણ સમિતિની રચના તેમજ કાયદાકીય સુરક્ષાના વિવિધ પાસાઓ અંગે સવિસ્તર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.સમગ્ર કાર્યક્રમનું આયોજન મહિલા અને બાળ અધિકારી હંસાબેન ટાઢાણીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જનરલ નર્સિંગ શાળાના શૈક્ષણિક સ્ટાફ, ‘સંકલ્પ’ જિલ્લા મહિલા સશક્તિકરણ કેન્દ્રની ટીમ તેમજ સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ સેમીનાર દ્વારા તાલીમાર્થી બહેનોમાં કાર્યસ્થળ પરની સુરક્ષા, કાયદાકીય જાગૃતિ અને આત્મવિશ્વાસ વધે તેવો હેતુ સફળતાપૂર્વક સિદ્ધ થયો હતો.

રિલેટેડ ન્યૂઝ