બાલોચ ગામે વાછરડીનું થયું સફળ ઓપરેશન

1962 અને એમ.વી.ડી.ની કામગીરીને બિરદાવવામાં આવી

પોરબંદરના બાલોચ ગામે વાછરડીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.
પોરબંદર જિલ્લાના બાલોચ ગામમાં એક વાછરડીને લાંબા સમયથી પીડા આપતા જન્મજાત રોગપર્સિસ્ટન્ટ યુરેકસ (મૂત્રનળીની અસામાન્ય સ્થિતિ)નું સફળતાપૂર્વક શસ્ત્રક્રિયા દ્વારા નિદાન કરવામાં આવ્યું હતું.
પશુપાલકો માટે આશ્વાસનરૂપ બનેલી આ કામગીરી બે મોબાઇલ પશુચિકિત્સા એકમોની તત્પરતા અને પશુચિકિત્સકોની કુશળતાના કારણે શક્ય બની હતી.મોબાઇલ પશુચિકિત્સા એકમ ચૌટા અને દેવડા દ્વારા સ્થળ પર પહોંચીને વાછરડીની તપાસ કરવામાં આવી હતી. પશુચિકિત્સક ડો. જતિન ખોડભાયા અને ડો.ધનંજય મારૂના માર્ગદર્શન હેઠળ તેમજ પાયલટ સુનિલ ગૈગિયા અને ભરતભાઈના સહયોગથી માત્ર એક કલાકની જહેમત બાદ વાછરડીનું સફળતાપૂર્વક જીવનરક્ષક શસ્ત્રક્રિયા કરવામાં આવી હતી.વાછરડીને પ્રથમ યોગ્ય નિયંત્રણ હેઠળ રાખીને શાંતકારક દવા અને સ્થાનિક બેભાન કરવાની સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ શસ્ત્રક્રિયાના સ્થળની સંપૂર્ણ સફાઈ અને જીવાણુમુક્ત પ્રક્રિયા હાથ ધરી પશુચિકિત્સકીય કુશળતા સાથે શસ્ત્રક્રિયા કરવામાં આવી હતી. અસામાન્ય ભાગને દૂર કરી જરૂરી સારવાર પૂરી પાડવામાં આવી હતી.શસ્ત્રક્રિયા બાદ સતત ચાર દિવસ સુધી વાછરડીને અનુગામી સારવાર આપવામાં આવી હતી. હાલ વાછરડી સંપૂર્ણપણે સ્વસ્થ છે અને તેની તબિયત સારી હોવાનું પશુચિકિત્સકો દ્વારા જણાવાયું છે.મોબાઇલ પશુચિકિત્સા એકમો સ્થળ પર જ ઝડપી અને અસરકારક સારવાર પૂરી પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.
આવા વિશિષ્ટ વાહનોના કારણે પશુઓને દૂર સારવાર કેન્દ્ર સુધી લઈ જવાની જરૂરિયાત ઘટે છે અને સમયસર સારવાર મળવાથી તેમના જીવ બચાવી શકાય છે.
આ સફળ કામગીરી બદલ 1962પશુ સહાય સેવા તથા મોબાઇલ પશુચિકિત્સા એકમના કાર્યક્રમ વ્યવસ્થાપકડો.શોએબ ખાને તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રોજેક્ટ સંયોજક પરેશ પ્રજાપતિએ સમગ્ર ટીમના કાર્યની પ્રશંસા કરી હતી અને તેમની કામગીરીને બિરદાવી હતી.

રિલેટેડ ન્યૂઝ