ખાપટથી ધરમપુર સુધી પ્રગતિ પથયાત્રા અંતર્ગત શૈક્ષણિક સંસ્થાઓ સહિતજિલ્લા આયોજન મંડળ, ડિઝાસ્ટર રિવ્યુ અને શ્રમ-રોજગાર વિભાગની મહત્વપુર્ણ બેઠકો બાદ રાણાવાવની હાથી સિમેન્ટ ફેક્ટરીની મુલાકાત
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તેમજ ગ્રામ વિકાસ મંત્રી અને પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળિયા આજેપોરબંદર જિલ્લાના એક દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. પ્રવાસ દરમિયાન તેઓ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત, સ્વચ્છતા અને વૃક્ષારોપણ કાર્યક્રમોમાં સહભાગી બનશે તેમજ જિલ્લા સ્તરની મહત્વપૂર્ણ સમીક્ષા અને આયોજન બેઠકોમાં હાજરી આપશે.અંતે તેઓ રાણાવાવ સ્થિત હાથી સિમેન્ટ પ્લાન્ટની મુલાકાત લઈને પ્રવાસ પુર્ણ કરશે.
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તેમજ ગ્રામ વિકાસ મંત્રી અને પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળિયા તા. 19 જુનના રોજ પોરબંદર જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે.
પ્રભારી મંત્રી સવારે 9:00 વાગ્યે પોરબંદર પહોંચશે. ત્યારબાદ ખાપટ ખાતે પ્રગતિ પથ યાત્રા અંતર્ગત શ્રી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની મુલાકાત લેશે તેમજ સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમમાં સહભાગી થશે.ત્યારબાદ સવારે 9:45 વાગ્યે બિરલા રોડ સ્થિત શ્રી રામબા બી.એડ. કોલેજની મુલાકાત લેશે.ત્યારબાદ સવારે 10:30 વાગ્યે વિલા સર્કિટ હાઉસ ખાતે યોજાનારી ડિઝાસ્ટર રિવ્યૂ બેઠકમાં ઉપસ્થિત રહેશે.ત્યારબાદ સવારે 11:00 વાગ્યે જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા આયોજન મંડળની અગત્યની બેઠકમાં હાજરી આપશે.
બપોરે 2:00 વાગ્યે જિલ્લા સેવા સદન ખાતે જ શ્રમ, કૌશલ્ય વિકાસ, રોજગાર વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજશે.ત્યારબાદ બપોરે 3:15 વાગ્યે પ્રગતિ પથ યાત્રા અંતર્ગત ધરમપુર ખાતે આવેલી આઈ.ટી.આઈ.અને મેડિકલ કોલેજની મુલાકાત લેશે.ત્યારબાદ સાંજે 5:00 વાગ્યે રાણાવાવ ખાતે આવેલી સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડ (હાથી સિમેન્ટ) પ્લાન્ટની મુલાકાત લેશે.ત્યારબાદ મંત્રી ત્યાંથી જ પોતાનો પોરબંદર જિલ્લાનો પ્રવાસ પૂર્ણ કરી રવાના થશે.
