આર.કે. પબ્લિક સ્કૂલ ખાતે થયું આયોજન: વિદ્યાર્થીઓએ પ્રત્યક્ષ તાલીમ મેળવી
પોરબંદર નજીકના ભારવાડા ખાતે ફાયર સેફટીની તાલીમ આપવામાં આવી હતી.
વિદ્યાર્થીઓમાં આગ સલામતી અંગે જાગૃતિ લાવવા અને આપત્તિ સમયે યોગ્ય કાર્યવાહી કરી શકે તે હેતુથી ધોરણ 6 થી 10ના વિદ્યાર્થીઓ માટે ફાયર એક્સિ્ંટગ્વિશર તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ તાલીમ કાર્યક્રમમાં શાળાના નોડલ શિક્ષક શિવા વર્મા દ્વારા વિદ્યાર્થીઓને ફાયર એક્સિ્ંટગ્વિશરના ઉપયોગ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં
આવ્યું હતું. વિદ્યાર્થીઓને ફાયર એક્સિ્ંટગ્વિશર વચ્ચેનો તફાવત, વિવિધ પ્રકારની આગમાં કયા એક્સિ્ંટગ્વિશરનો ઉપયોગ કરવો તેમજ આગ સમયે સુરક્ષિત રીતે કામગીરી કેવી રીતે કરવી તેની માહિતી આપવામાં આવીતેમજ વિદ્યાર્થીઓને ફાયર એક્સિ્ંટગ્વિશર ચલાવવાની પદ્ધતિ સમજાવવામાં આવી જેમાં સેફ્ટી પિન બહાર કાઢવી આગના મૂળ ભાગ તરફ નિશાન કરવુંહેન્ડલ દબાવી પ્રવાહ શરૂ કરવો આગ પર એક બાજુથી બીજી બાજુ સમાન રીતે છંટકાવ કરવો.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ શિક્ષકના માર્ગદર્શન હેઠળ ફાયર એક્સિ્ંટગ્વિશરનો પ્રાયોગિક ઉપયોગ પણ કર્યો, જેથી આપત્તિ સમયે આત્મવિશ્વાસ સાથે યોગ્ય નિર્ણય લઈ શકે.આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં આગ સલામતી પ્રત્યે જાગૃતિ, જવાબદારી અને વ્યવહારુ જ્ઞાનનો વિકાસ થયોમ શાળા દ્વારા ભવિષ્યમાં પણ આવા ઉપયોગી અને સુરક્ષા આધારિત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
