પોરબંદરમાં નાના નાના ભૂલકાઓએ કર્યા યોગ

શ્રી ગુરૂ જ્યોતિ પ્રિ-પ્રાઇમરી સ્કૂલમાં વિશ્ર્વ યોગ દિવસ અનુસંધાને થયું આયોજન: યોગનું મહત્વ સમજાવાયું

પોરબંદરની શ્રી ગુરુ જ્યોતિ પ્રિ પ્રાઇમરી સ્કૂલમાં વિશ્વ યોગ દિવસ ઉજવાયો હતો.
પોરબંદરની આધ્યાત્મિક અને સંસ્કાર આધારિત શિક્ષણ આપતી શ્રી ગુરુ જ્યોતિ પ્રિ-પ્રાઈમરી સ્કૂલ ખાતે તા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી.
સ્કૂલના સંચાલકો નિકુંજભાઈ પંચમતીયા અને હીરાલીબેન પંચમતીયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં નાનાં ભૂલકાઓએ વિવિધ યોગાસનો અને પ્રાણાયામનું સુંદર પ્રદર્શન કરી સૌનું મન મોહી લીધું હતું.
યોગના મહત્વ અંગે બાળકોને સરળ ભાષામાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ દૈનિક જીવનમાં
યોગ અપનાવવાથી શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્યમાં થતા લાભોની માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન બાળકોના આત્મવિશ્વાસ, ઉત્સાહ અને શિસ્ત જોવા મળી હતી. સ્કૂલ દ્વારા કરવામાં આવેલા આ સુંદર આયોજનને વાલીઓએ ખૂબ બિરદાવ્યું હતું અને બાળકોમાં સંસ્કાર તથા સ્વસ્થ જીવનશૈલીના મૂલ્યો વિકસાવવા બદલ સ્કૂલ મેનેજમેન્ટનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
આ રીતે શ્રી ગુરુ જ્યોતિ પ્રિ-પ્રાઈમરી સ્કૂલે યોગ દિવસની અર્થપૂર્ણ ઉજવણી કરીને બાળકોમાં સ્વાસ્થ્ય, સંસ્કાર અને આધ્યાત્મિકતાના બીજ રોપવાનો સફળ પ્રયાસ કર્યો હતો.

રિલેટેડ ન્યૂઝ