સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે કરી કાર્યવાહી: 1,62,500નો મુદ્દામાલ થયો કબજે: માછીમારોનું વેકેશન ચાલતું હોવાથી બોટના મેતાજી અને સુથારી કામ કરતા ઈસમે શરૂ કર્યો હતો નશીલા પદાર્થનો ધંધો
પોરબંદર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે મારીઝૂઆના હશિષ સહિત 1, 62,500 ના મુદ્દા માલ સાથે બે ઈસમો ને પકડી પાડ્યા છે હાલમાં માછીમારોનું વેકેશન ચાલી રહ્યું છે ત્યારે બોટના મેતાજી અને સુતારીકામ કરતા ઈસમે આ ધંધો શરૂ કર્યો હતો.
પોરબંદર જિલ્લાના પોલીસ અધીક્ષક બી.યુ.જાડેજા દ્વારા નશીલા પદાર્થો પીવાની અને વેચનારાઓ તથા માદક પદાર્થોનુ હેરાફેરી તથા સેવન કરનાર તત્વોની પ્રવૃતી સદંતર બંધ કરવા કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ જે અનુસંધાને એસ.ઓ.જી. પોલીસ ઇન્સપેકટર એમ. એન. જાડેજા દ્વારા આવા ઇસમો અંગે બાતમી મેળવવા સુચના કરવામા આવેલ જે અન્વયે એસ.ઓ.જી સ્ટાફના માણસો આ બાબતે કાર્યરત હોય દરમ્યાન એસ.ઓ.જી સ્ટાફના પો. હેડ કોન્સ. મોહીતભાઇ ગોરાણીયા તથા પો. કોન્સ. દીલીપભાઇ મોઢવાડીયા તથા સરમણ પરબતભાઇ ખુંટીને સંયુકત રીતે ચોકકસ બાતમી મળેલ કે, બોટમાં મહેતાજી તરીકેનો વ્યવસાય કરતો લક્ષીત હરીશભાઇ સીંધવ ઉવ.27,રહે. ખારવાવાડ તથા સુથારી કામ કરતા ધનંજય ઉર્ફે ધ્રુવ જગદિશભાઇ મોતવરસ ખારવા, ઉવ.21, સુરૂચી સ્કુલની સામે શીતલપાર્ક વાળો પોતાના બનેવીના કબ્જા ભોગવટાના મકાનમાં મારીઝુઆના હસીસના પેકેટ જથ્થા સાથે હાજર છે જે હકિકતના આધારે સરકારી પંચોને સાથે રાખી રેઇડ કરતા મજકુર ઇસમો મારીઝુઆના હસીસના પેકેટ કુલ વજન 618 ગ્રામ કી.રૂ. 1,54,500 તથા મોબાઇલ ફોન નંગ બે કિ. રૂ. 8000 મળી કુલ મુદ્દામાલ કિ.રૂ 1,62,500 ના સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.
આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સપેક્ટર એમ. એન. જાડેજા એ.એસ.આઈ. મહેબુબખાન બેલીમ, મોહિતભાઇ ગોરાણીયા ભીમાભાઇ ઓડેદરા, હરદાસભાઇ ગરચર પો.કોન્સ. દિલીપભાઈ મોઢવાડીયા સરમણભાઇ ખુંટી ગીરીશભાઇ વાજા રોકાયેલ હતા.
