વર્ષ 2011માં બનેલા બનાવમાં પોરબંદરની એડિશ્ર્નલ સેસન્સ કોર્ટે કર્યો નોંધપાત્ર હુકમ: 15 વર્ષથી ચાલી રહી છે કાનૂની લડત
પોરબંદરમાં વર્ષ 2011માં બનેલા ઘરફોડી ચોરી અને તોડફોડના કેસમાં આરોપીઓની ડિસ્ચાર્જ અરજી રદ કરવામાં આવી છે.
પોરબંદરમાં વર્ષ 2011ની ચકચારી ઘરફોડી તોડફોડના આરોપીઓની ડિસ્ચાર્જ અરજી રદ કરતી પોરબંદર એડી. સેસન્સ કોર્ટ બનાવની વિશેષ હકીકત મુજબ વર્ષ 2011માં તા. 8-5-11 થી તા. 11-5-11 દરમ્યાન ફરીયાદી રાહુલ રાણા ડાંગર તેના વતન કેશોદ ખાતે લગ્ન પ્રસંગે જતા તેની ગેરહાજરીમાં આરોપીઓ દ્વારા ગેરકાયદેસર રીતે રાહુલ ડાંગરના જય ભારત સોસાયટીવાળા કબ્જા ભોગવટાવાળા મકાનના ફળીયામાં આરોપીઓ દ્વારા પોતાનો સામાન રાખી ફરીયાદી રાહુલ રાણા ડાંગરનો સામાનમાં ઘરફોડ ચોરી તથા તોડફોડના બનાવમાં ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સીની કલમ મુજબ ફરીયાદ આરોપી એડવોકેટ કિરીટ માલદે સાદિયા ડોકટર અમીત માલદે સાદીયા, પૂર્વ બેંક અધિકારી માલદે ઘેલા સાદિયા, તત્કાલીન કાર્યપાલક ઇજનેર
જૂનાગઢ ટી.જી. સાદિયા, કોન્ટ્રાકટર ભીમભાઇ કેશવાલા કેશોદ તથા પ્રોપર્ટી ડીલર કિશોર નારણ ડોડીયા, અમરદડવાળા વિરૂધ્ધ ફરીયાદ નોંધાવેલ હતી.
ત્યારે આ કામના ફરીયાદમાં કમલાબાગ પોલીસ સ્ટેશન દ્વારા સમરી ભરી ચિફકોર્ટ પોરબંદરમાં રજુ કરતા ચીફકોર્ટ પોરબંદરે મૂળ ફરિયાદી રાહુલ ડાંગરને પુરાવા રજુ કરવા કહેતા મૂળ ફરી રાહુલ દ્વારા કોર્ટમાં રજુ થયેલા આધાર પુરાવાના કારણે તા. 17-9-12થી તમામ છ આરોપીઓ વિરૂધ્ધ પુરતો પ્રાથમિક પુરાવો હોય તેના આદેશમાં કેશ ચલાવવાનો હુકમ કરતા આ કામના આરોપીઓ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અલગ અલગ રીટ (કવોસીંગ) દાખલ કરેલ હતી. તેમા પણ ભીમભાઇ કેશવાલા આરોપી નં. 5 ને જ રાહત આપી કેશ રદ કરેલ બાકીના તમામ આરોપીઓ નો કોવોસીંગ રીટ તા. 8-8-25ના હાઇકોર્ટના આદેશથી ડીસ્પોઝ કરી તમામ પાંચ આરોપીઓનો કેશ ચીફકોર્ટમાં ચલાવવા આદેશ કરતા ચીફ કોર્ટ પોરબંદર દ્વારા કેશ ચાર્જ ફ્રેમ કરી શરૂ કરવા જતા ફરી ઘરફોડ ચોરીના આરોપીઓ દ્વારા પ્રથમ ચિફકોર્ટ પોરબંદરમાં આંક-90 તથા 192ની ડિસ્ચાર્જ અરજી થતા જજ દ્વારા તા. 16-4-2026થી ડીસ્ચાર્જ અરજી નામંજૂર કરેલ તેમની સામે તમામ પાંચ આરોપીઓ દ્વારા એડી. સેસન્સ પોરબંદર ક્રિમીનલ રીવીઝન અરજી થી ફરીપાછી ડિસ્ચાર્જ અરજી કરતા એડી. સેસન્સના જજ ડી.ડી. બુધ્ધદેવે તમામ રેકર્ડની ખરાઇ બાદ તા. 20-6-26ના આદેશમાં વિસ્તૃત રીતે કેશની ચર્ચાના અંતે તમામ પાંચ આરોપીઓની ડિસ્ચાર્જ અરજી નામંજુર કરેલ છે.
આ રીતે વર્ષ 2011ના બનાવમા ચકચારી ઘરફોડ ચોરીના બનાવમાં લાંબી કાનુની લડતના અંતે 15 વર્ષ સુધી આ કામના આરોપીઓને કાયદાના સકંજામાંથી છૂટકારો મળેલ નથી.
