કોલીખડાથી જ્યુબેલી પુલ સુધીના રસ્તાને પહોળો કરો

ભારતીય કિશાન સંઘ દ્વારા તંત્રને થઇ રજૂઆત

કોલીખડાથી જ્યુબેલીપુલ સુધીના રસ્તાને પહોળો કરવા ભારતીય કિશાન સંઘ દ્વારા તંત્રને રજૂઆત થઇ છે.
ભારતીય કિશાન સંઘના ગુજરાત પ્રદેશ કારોબારી સદસ્ય નાગાજણ સુધાભાઇ જેઠવાએ સરકારને કરેલી રજૂઆતમાં જણાવ્યુ છે કે પોરબંદર તાલુકાના કોલીખડા ગામેથી લઇ ખાપટથી લઇ પોરબંદર મહાનગરપાલિકાની હદમાં આવેલ જ્યુબેલી ચાર રસ્તા સુધીનો જાહેર અગત્યનો માર્ગ, માર્ગ અને મકાન વિભાગ રાજ્ય સરકાર નીચે આવે છે. તે વર્ષથી અધવચ્ચે કામ બંધ કરી દીધેલ છે. વર્ષો જુની લોકોની માંગણીની અવગણના સતત કરવામાં આવે છે. રાણાવાવ તાલુકા, રાણાવાવ સીમેન્ટ ફેકટરી, આદિત્યાણાને જોડતો આ અતી વ્યસ્ત અને જરૂરી માર્ગ છે. એ જ રીતે પોરબંદર તાલુકા અને રાણાવાવ તાલુકાના ગ્રામ્ય વિસ્તારો, વાડી વિસ્તારમાં વસતા ખડૂતો માટે અતિ જરૂરી માર્ગ છે. એજ રીતે પોરબંદર મહાનગરપાલિકા, શહેરી વિસ્તારની અને સોસાયટીઓને લાગુ પડતો માર્ગ છે. ખુબજ મોટા પ્રમાણમાં લોકો આ વિસ્તારમાં વસવાટ કરે છે અને માર્કેટીંગયાર્ડ અને અનેક શૈક્ષણિક સંકુલો કોલેજના વિદ્યાર્થીઓ નોકરીયાત વર્ગમાં આ રસ્તો અત્યંત જરૂરી છે. એજ રીતે ભાણવડ અને દેવભુમિ દ્વારકા જિલ્લાને જોડતો આ રસ્તો છે. એજ રીતે જ્યુુબેલીપુલ ચાર રસ્તા પર ભારે વાહનોની આવનજાવન રહે છે અને સતત વ્યસ્ત જાહેર ચોક છે. તેથી આ ચાર રસ્તા પર એક સર્કલ બનાવવામાં આવે જેથી સારી રીતે વાહન વ્યવહારનું સંચાલન થઇ શકે અને અકસ્માતો નિવારી શકાય. ઉપરોકત બાબત જાહેર જનતાના હિતમાં હોય અને અતિ અગત્યની બાબત હોય આપના સ્થાનેથી યોગ્ય કાનુની કાર્યવાહી કરવા અપીલ છે તેમ નાગાજણ સુધાભાઇ જેઠવાએ જણાવ્યુ છે.

રિલેટેડ ન્યૂઝ