કેન્દ્રીય વિદ્યાલયમાં શિક્ષકો ટ્રેનીંગમાં, વિદ્યાર્થીઓને અઠવાડીયાનું વેકેશન !

ધોરણ 11 અને 12 સાયન્સના શિક્ષકો તાલીમમાં ગયા હોવાથી 28 જુન સુધી રજા આપી દેવાતા આશ્ર્ચર્ય !: વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવાના બદલે ભણાવવાનું જ બંધ કરાવી દેવાતા વિદ્યાર્થી નેતાએ રીજનલ ઓફિસમાં કરી રજૂઆત

એક બાજુ નવું શૈક્ષણિક સત્ર શરૂ થતા સરકાર દ્વારા પ્રવેશોત્સવના ડીંડક શરૂ થવા જઇ રહ્યા છે બીજી બાજુ પોરબંદરના કેન્દ્રીય વિદ્યાલયમાં ધોરણ 11 અને 12ના સાયન્સ શિક્ષકો સત્તાવાર એક અઠવાડિયાની ટ્રેનિંગમાં જવાથી એક અઠવાડિયા સુધી રજા જાહેર કરવાનું ગ્રુપમાં મેસેજ કરવામાં આવ્યા છે તેથી આશ્ર્ચર્ય સર્જાયુ છે.
વાલીઓ દ્વારા વિધાર્થી નેતા કિશન રાઠોડને આ બાબતે રજૂઆત કરાતા ટેલિફોનીક પ્રિન્સીપાલ સાથે વાતચીત કરવામાં આવી હતી, જેમાં જાણવામાં મળ્યું હતું કે શિક્ષકો ટ્રેનિંગમાં જવાથી એક અઠવાડિયા માટે શિક્ષણકાર્ય બંધ રાખવાનું કહ્યું છે, ફિઝિક્સ,મેથ્સ,અને કેમેન્સટ્રીના શિક્ષકો સતાવાર ટ્રેનિંગમાં જવાથી 11 સાયન્સ અને 12 સાયન્સમાં 28 જુન સુધી રજા રાખવામાં આવી છે
ટ્રેનિગમાં શિક્ષકો જવાની વિધાલયનાં ભણતર બંધ રહે તેવું આજે પહેલીવાર સાંભળ્યું તેવા સવાલ વિદ્યાર્થી નેતા કિશન રાઠોડ દ્વારા પ્રિન્સિપાલને કરવામાં આવ્યા હતા, આ વિધાર્થીઓના ભણતર પર અસર પડશે એમનું શું ? એક સુધી ભણતર નહિ મળે તો ફરી તે વિધાર્થીઓને લાગશે કે અમને વેકેશન મળી ગયુ છે તો ફરી એમની મોજમસ્તીમાં જતા રહેશે, આ સવાલ કરાયો હતો તો આ બાબતે કોઇ વૈકલ્પિક વ્યવસ્થા ના થઇ શકે ? બીજા શિક્ષકોને પોતાના બાળકો, વિધાર્થીઓ કેમ સોંપવાં તેવા જવાબ પ્રિન્સિપાલ દ્વારા આપવામાં આવ્યા હતા તેમજ આમને અમે આગળ ભણતર, કોર્ષ કરાવી આપીશું તેવું આશ્ર્વાસન વિધાર્થી નેતાને આપવામાં આવ્યું હતું
ટ્રેનિગ માટે થઇ કોઇ વિધાલય બંધ રહે તે પહેલી વખત જોયું. અમુક શિક્ષકો ટ્રેનિગમાં જતા હોય છે તેમની સામે કોઇ વૈકલ્પિક વ્યવસ્થા અથવા તો તે વિષયને બાદ કરીને અન્ય વિષય પર વિધાર્થીઓ ભણાવામાં આવતું હોય છે અથવા તો કોઇ એવી પ્રવૃત્તિ તેમની પાસે કરાવવામાં આવતી હોય છે જેથી તેમને તે ભણતરમાં પણ ઉપયોગી બને અને શિક્ષણમાં પણ પરંતુ એક અઠવાડિયાની રજા જ વિધાલયમાં રાખવી તો તેમના શિક્ષણ પર અસર થઇ શકે તેવા સવાલો પણ વિધાર્થી નેતાઓ કર્યા હતા.
વાલીઓની રજૂઆતને પગલે વિધાર્થી નેતા કિશન રાઠોડ દ્વારા રીજનલ ઓફિસમાં રજૂઆત કરવામાં આવી હતી કે આ બાબતે કોઇ વૈકલ્પિક વ્યવસ્થા અથવા તો કોઇ યોગ્ય રસ્તા કરો થોડા શિક્ષકો જવાની બાળકો, વિધાર્થીના ભણતર પર અસર કરવી યોગ્ય નથી. ભવિષ્યમાં આ ફરી દોહરાય નહી તેમજ તેમના માટે યોગ્ય રસ્તો કરી વૈકલ્પિક વ્યવસ્થા કરાઇ તેવી રજૂઆતો કરવામાં આવી હતી.

રિલેટેડ ન્યૂઝ