જિલ્લા તાજીયા કમિટીના માર્ગદર્શન નીચે અનુભવી યુવાનો બનાવી રહ્યા છે તાજીયા: ગુરૂ તથા શુક્રવારે તાજીયા પડમાં આવશે
પોરબંદરમાં મહોરમનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે જિલ્લા તાજીયા કમિટીના માર્ગદર્શન નીચે કલાત્મક તાજીયા બનાવવાની કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
નવુ વર્ષ મહોરમ શરુ થવા જઇ રહ્યું છે ત્યારે મુસ્લીમસમાજના યુવાનો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કલાત્મક તાજીયા બનાવવાની કામગીરી પુર જોશમાં ચાલી રહી છે. પોરબંદર તાજીયા કમિટીના હોદેદારો પોરબંદર જિલ્લા તાજીયા કમિટીના પ્રમુખ સાદાત જમાતના પ્રમુખ સૈયદ અ. રસીદમીયાં હાજી. અ.ગફારમીયાં બુખારી, ઉપપ્રમુખ સૈયદ હુશૈનબાપુ હારૂનમીયા બુખારી (એડવોકેટ) તથા ફારૂક કાસમ જુલાયા, કારોબારી સભ્ય હાજી. નરૂલઅમીન જી. બેલીમ., સલીમ ઉંમર રાઠોડ અને રફીક સુલ્તાન મલેકના માર્ગદર્શન નીચે કલાત્મક તાજીયા બનાવવાનું કાર્ય શહેરના જુદાજુદા વિસ્તારોમાં તેમજ છાયામાં થઇ રહ્યુ છે અને આગામી ગુરુવાર તથા શુક્રવારના તાજીયા પડમાં આવશે અને મહોરમના જુલુસનું આયોજન પણ કરવામાં આવ્યુ છે. ત્યારે સમગ્ર આયોજનને સફળ બનાવવા પોરબંદર જિલ્લા તાજીયા કમિટીની ટીમના માર્ગદર્શન હેઠળ અલગ અલગ વિસ્તારના તાજીયાના આયોજકો જહેમત ઉઠાવી રહ્યા છે.
