અઢી મહિનાથી નાસતા ફરતા શખ્સને લોકલ ક્રાઇમ બ્રાન્ચે રાણાવાવમાંથી જ પકડી પાડયો
રાણાવાવમાં ગેરકાયદેસર જમીન પચાવી પાડવાના ગુન્હામાં વોન્ટેડ ઇસમ ઝડપાયો છે.
રાણાવાવ પોલીસ સ્ટેશનના ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ કાયદાની કલમ તથા બી.એન.એસ.ની કલમ મુજબનો ગુન્હો તા. 5-4-2026ના રોજ રજીસ્ટર્ડ થયેલ હોય અને આ ગુન્હામાં આરોપીઓએ ફરીયાદીની માલિકીની રાણાવાવ શહેરમાં આવેલ નવા સીટસર્વે નંબર 525ની 439.55 ચોરસ મીટર તથા સીટી સર્વે 526ની જમીન 305.5 ચોરસ મીટર જે જમીન અંદાજીત જંત્રી મુજબ કિમત રૂા. 20,00,000ની જમીન ઉપર અનઅધિકૃત રીતે કબ્જો કરી ગેરકાયદેસર જમીન પચાવી પાડી એકબીજાને મદદગારી કરી ગુન્હો કરેલ હોવાનો ગુન્હો રજીસ્ટર્ડ થયેલ.
પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડવા સારુ 10 દિવસની ખાસ ડ્રાઇવ રાખેલ હોય સદરહુ ડ્રાઇવ દરમ્યાન અસરકારક કામગીરી કરી વધુમાં વધુ નાસતા ફરતા આરોપીઓ પકડવા મટો જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા ખાસ સુચના કરેલ હોય જે અનુસંધાને એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એચ.એમ. જાડેજાની રાહબરી હેઠળ એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઇ. ઉદયભાઇ વરૂ તથા હેડ કોન્સ્ટેબલ હીમાંશુભાઇ મકકા તથા પોલીસ કોન્સ્ટેબલ નટવરભાઇ ઓડેદરાને મળેલ હકીકતના આધારે ઉપરોકત ગુન્હામાં લાલશાહીથી નાસતા ફરતા આરોપી ખીમા પોલાભાઇ ગરચર રબારી ઉ.વ. 50 રહે. રાણાવાવ નટવરબાગ સામે રાણાવાવવાળાને રાણાવાવ ખાનીયા કુવા પાસેથી પકડી પાડીને આગળની કાર્યવાહી કરવા માટે રાણાવાવ પોલીસ સ્ટેશનને સોંપી આપેલ છે.
