પોરબંદરમાં અન્ડર-16 ટીમ માટે સીલેકશન નેટનું થશે આયોજન

25મી જુને દુલિપ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઉપસ્થિત રહેવા અપાઇ સૂચના

પોરબંદરમાં અન્ડર -16 ટીમ માટે સીલેકશન નેટનું આયોજન થશે તેથી 25મી જુને દુલિપ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઉપસ્થિત રહેવા સૂચના અપાઇ છે.
પોરબંદર જિલ્લા ક્રિકેટ એશોસીએશનના પ્રમુખ રણછોડભાઇ શિયાળની યાદી જણાવે છે કે આગામી તા. 25-6-2026ના રોજ પોરબંદર દુલિપ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે બપોરે 3 થી 6 સુધી સીલેકશન નેટનું આયોજન કરવામાં આવેલ છે. જે યુવા ખેલાડીઓને જોડાવું હોય તેમણે રાજુભાઇ સોનેરીના મોબાઇલ નંબર 88498 42315નો ગ્રાઉન્ડ ઉપર જ સંપર્ક કરવો. જે ખેલાડીઓએ આવવુ હોય તેમની ઉપર 16 વર્ષથી નીચે હોવી જરૂરી છે. સીલેકશનમાં સફેદ ડ્રેસમાં આવવાનું રહેશે. સાથે જન્મ તારીખનો દાખલો, આધારકાર્ડની કોપી, એક પાસપોર્ટ સાઇઝનો ફોટો લાવવાનો રહેશે. પોરબંદર જિલ્લા ક્રિકેટ એશોસીએશનના સેક્રેટરી હિતેષભાઇ સોનેરીની યાદી જણાવે છે.

રિલેટેડ ન્યૂઝ