ઓડદરના શીરોડાધાર ખાતે યોજાયો કાર્યક્રમ: ગોળ દ્વારા બનાવાયેલા લાડુ મુંગા જીવોને થશે અર્પણ
કેબિનેટ મંત્રીનું શીરોડાધાર ખાતે ગોળ તુલાથી સન્માન કરવામાં આવ્યુ હતુ અને એ ગોળ દ્વારા બનાવવામાં આવેલા લાડુ ગૌધન સહિત મુંગા જીવોને અર્પણ કરવામાં આવશે.
શિરોડાધાર (ઓડદર )મુકામે ગોસા ગામના સરપંચ વાઘાભાઈ કારાભાઇ કોડિયાતર પરિવાર તરફથી અર્જુનભાઈ મોઢવાડીયાનું સન્માન અને તુલા કરવામાં આવી અને તેમની સાથે વિક્રમભાઈ ઓડેદરા, કેશુભાઈ ઓડેદરા જિલ્લા પંચાયત સદસ્ય,લીલાભાઇ પરમાર(બળેજ )ભીખુભાઇ ઓડેદરા, રાજુભાઈ હુણ, રબારી સમાજ અગ્રણી રમેશભાઈ છેલાણા, પવન કોડિયાતર, ભુવા આતા અરજણ આતા, ખીમાઆતા, કરશન આતા, હીરા આતા, પોલાભાઈ આગઠ ઉપસ્થિત રહ્યા હતા તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન મેરૂ સિંધલે કરેલ અને જે ગોળથી તુલા કરવામાં આવી તેનું સેવાકાર્યમાં ગોળના લાડુ બનાવી વિરા ભગત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગાય માતા તેમજ શ્વાનને ખવડાવવામાં આવશે. જે મહેમાનો પોતાનો કિંમતી સમય કાઢી હાજર રહ્યા તેમનું પરિવારવતી અર્જુનભાઈ કોડિયાતર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
